મહેન્દ્ર ચારેલ :- સંજેલી
ગતિશીલ ગુજરાતની વાસ્તવિકતા: ભર શિયાળે ખુલ્લામા ભણતા બાલવાટિકાના બાળકો ..
સંજેલીના ટીસાના મુવાડા સ્કૂલના બાળકો ઓટલા પર બેસી ભણવા મજબૂર…
4 ઓરડામાં 1 થી 8 વર્ગ અને બાલ વાટિકા સહિતના 200 જેટલા બાળકો અભ્યાસ કરે છે.
બાળકોના અભ્યાસ પર માઠી અસર શિક્ષણ વિભાગ ઊંઘી રહ્યું?
કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ઓટલા પર બેસાડી અભ્યાસ કરાવવાતા શિક્ષકો.
સંજેલી તા.13
સંજેલી તાલુકાના ટીસાના મુવાડા માં સરકારી પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ અને એક બાલ વાટિકા ચાલે છે જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 1 થી 8 ધોરણ વચ્ચે ફક્ત 4 જ ઓરડા બાકીના ચાર કલાસના બાલવાટિકાના સહિતના બાળકો ઓટલા પર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડી માં બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા ત્યારે વાલીઓ પોતાના બાળકોને ભવિષ્યની ચિંતા સાથે શાળાના નવીન ઓરડા બનાવવાની માંગ કરી રહ્યા છે. સંજેલીના ટીસાના મુવાડા પ્રાથમિક શાળામાં બાળકોને સુવિધાને બદલે દુવિધા આપી રહ્યા હોય તેવું જોવાઈ રહ્યું છે. સ્કૂલમાં 200 જેટલા શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ થકી વૈજ્ઞાનિકો પણ ચાંદ પર પહોંચી ગયા પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શાળામાં ઓરડાના અભાવના કારણે બહાર ઓટલા પર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.4 ઓરડા અને 1 થી 8 ધોરણ અને એક બાલવાટિકા સહિતના 200 જેટલા બાળકો કેવી રીતે અભ્યાસ કરશે? ઓરડાના અભાવના કારણે શાળાએ આવતા બળકોના વાલીઓ પોતાના બાળકોની ચિંતા કરી રહીયા છે.આ સમસ્યાને લઈને આ તાલુકા સહિત ઉચ્ચ કક્ષાએ પણ ધારદાર રજૂઆત કરી છતાં પણ તાલુકા સહિત જિલ્લાના અધિકારીઓના શિક્ષણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ એક કાને સાંભળે અને બીજા કાને કાઢી નાખતા હોય તેવી સ્થિતિ સર્જા રહી છે. આ 200 જેટલા બાળકોનું પાયાનો શિક્ષણ મેળવવા હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં કેવી રીતે ભણશે? આ બાળકો માટે નવીન ઓરડા ક્યારે બનશે તેની રાહ એક વર્ષથી બાળકો તેમજ વાલીઓ રાહ જોઈ રહ્યા છે.
શાળા બનાવવા સંબંધિત વિભાગોમાં અરજી કરેલ છે ભરતભાઈ ચારેલ.ટી.મુવાડા ગ્રામજન.
સંજેલીના ટીસાના મુવાડા સ્કૂલના બાળકો ઓટલા પર બેસી ભણવા મજબૂર નિશાળની જમીન ફાળવવા માટે શિક્ષણ શાખા, તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર, સંજેલી પંચાયત,સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ તેમજ ટીશાના મુવાડામાં સ્કૂલ માટે જમીન ફળવા માટે ગ્રામસભા પણ યોજાય હતી પણ જમીનને લઇ હજી સુધી દરખાસ્ત કરવામાં આવી નથી..
સમસ્યાને લઈ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે..આચાર્ય રાઠોડ નટવરભાઈ. ટી. મુવાડા
અમારી શાળામાં 105 કુમાર.95. કન્યા અને એક બાલવાટિકા ચાલે છે. ધોરણ 1,2,4,7 અને બાલ વાટિકાના વિદ્યાર્થીઓ ઓરડાના અભાવના કારણે બહાર ઓટલા પર બેસી અભ્યાસ કરે છે આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓને રજૂઆત કરેલ છે કે એક વર્ષ ઉપરાંત થી બાળકો બહાર ઓટલા પર બેસી અભ્યાસ કરે છે.