
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં ભવ્ય આતીશબાજી ની વચ્ચે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો, રાવણ દહનનો કાર્યક્રમ નિહાળવા લોકોની ભીડ ઉમટી
ગોદી રોડ રામનગર ખાતે ફ્રેન્ડ ગ્રુપ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો,ભાગ્યોદય સોસાયટી ખાતે મહિલા મંડળ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિજયાદશમીના આ અવસરે શસ્ત્ર પૂજા નો કાર્યક્રમ યોજાયો,દેવગઢબારિયા ખાતે રાજવી પરિવારે શસ્ત્ર પૂજા નું આયોજન કર્યું
દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ શસ્ત્ર પૂજન કર્યું,ગુજરાત રેલવે પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું
દાહોદ તા.15
નવરાત્રીના નવ દિવસના નોરતા બાદ વિજયાદશમી એટલે કે દશેરાના પર્વ નિમિત્તે દાહોદ શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. વાત કરીએ દાહોદ શહેરની તો કોરોના શાળામાં છેલ્લા દોઢેક વર્ષ બાદ પરિસ્થિતિ સામાન્ય થતાં દાહોદ કોરોના મુક્ત બન્યો છે. ત્યારે તહેવારોને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા કોરોના ગાઇડલાઇનની મહત્તમ છૂટછાટ આપી છે.ત્યારે છેલ્લા દોઢ વર્ષથી આદ્યશક્તિ માં અંબાના આરાધનાના પર્વ નવરાત્રિ ના નવ દિવસ સુધી ધૂમધામથી ગરબા રમ્યા બાદ આજરોજ વિજયાદશમી એટલે કે દશેરાના પર્વ નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.
દાહોદ શહેરમાં સી. સાઈટ, રામનગર, ભાગ્યોદય સોસાયટી સહિત અને કેટલાક વિસ્તારોમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. સી સાઈટ ખાતે યોજાયેલા રાવણ દહન કાર્યક્રમમાં હિન્દુ પરિષદ દ્વારા શત્રુ પૂજનનો કાર્યક્રમ કર્યા બાદ રાવણ દહન કરવામાં આવ્યો હતો. તેમજ રામધૂન ની વચ્ચે લોકો ભવ્ય આતીશબાજી તેમજ નાચગાનનો આનંદ ઉઠાવી રહ્યા હતા.સીસાઈટ ઉપરાંત દાહોદ શહેરના ગોદીરોડ
રામનગરમાં રામનગર ફેન્સ ક્લબ દ્વારા ભવ્ય આતીશબાજી ની સાથે રાવણ દહન કરવામાં આવ્યું હતું. તદુપરાંત ભાગ્યોદય સોસાયટી ખાતે મહિલા મંડળ દ્વારા પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.આમ દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં જલેબી ફાફડાની જયાફત ઓ ની વચ્ચે દાહોદ વાસીઓએ નવરાત્રી બાદ દશેરા પર્વની પણ ધામધૂમથી ઉજવણી કરી હતી