Sunday, 08/09/2024
Dark Mode

લાંબા સમયથી લાઈટ બિલ ન ભરતા લોકો સામે MGVCL ની કાર્યવાહી..

February 8, 2024
        921
લાંબા સમયથી લાઈટ બિલ ન ભરતા લોકો સામે MGVCL ની કાર્યવાહી..

રાહુલ ગારી  :- ગરબાડા 

લાંબા સમયથી લાઈટ બિલ ન ભરતા લોકો સામે MGVCL ની કાર્યવાહી..

ગરબાડામાં MGVCL દ્વારા બે દિવસમાં 12 કનેક્શન કપાયા,ત્રણ લાખની સામે ૧.૫ લાખની રિકવરી,

આગામી સમયમાં જો તમારું બાકી રહેલું લાઈટ બિલ ન ભરશો તો તમારું પણ વીજ કનેક્શન કપાઈ શકે છે…

ગરબાડા તા.08

 

આમ તો કહેવાય છે કે માર્ચ મહિનો એ હિસાબી મહિનો ગણવામાં આવે છે.અને સરકાર દ્વારા બાકી રહેલી રકમની વસુરાલ કરવામાં આવતી હોય છે.ત્યારે ગરબાડા નગરમાં MGVCL દ્વારા લાઈટ બિલ ન ભરતા લોકો સામે લાલ આંખ કરી હોય તેમ જોવા મળી રહ્યું છે ગરબાડા MGVCL દ્વારા છેલ્લા ૪ દિવસ અગાઉ ગરબાડા નગર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બાકી રહેલ લાઈટ બિલ ૪ દિવસમાં ભરવા માટે લોકોને રેડિયો મારફતે સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં ગત તારીખ ૭ ફેબ્રુઆરીથી ગરબાડા નગરમાં MGVCL દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો અને ગરબાડા નગરના વણકરવાસ, રોહિત વાસ , આઝાદ ચોક ,સહિત ઘાંચીવાડ, વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી લાઈટ બિલ ન ભરતા તેમજ વધુ લાઈટ બિલ રકમ બાકી હોય તેમના કનેક્શન MGVCL દ્વારા કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી MGVCL દ્વારા છેલ્લા ૨ દિવસમાં ૧૨ કરતાં વધુ કનેક્શન કાપી. દોઢ લાખથી વધુ રિકવરી કરી હોવાની માહિતી પ્રાથમિક તબક્કે પ્રાપ્ત થઈ રહી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!