
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાની કુમાર શાળામાં ચાલતી ઇંગ્લીશ મીડીયમ શાળામાં શિક્ષકોની ઘટના લીધે બાળકોનું ભણતર અંધકારમય..
માત્ર એક શિક્ષક કેટલા બાળકોને ભણાવશે..?
સરકાર ની તાલુકે તાલુકે અંગ્રેજી માધ્યમની શાળાઓ ની પરિસ્થિતિ દયનીય.
ગરબાડા તા. ૬
ઈંગ્લીશ માધ્યમ ચાલુ થયા ને સાત વર્ષ થવા આવ્યા હજી સુધી કેમ કાયમી શિક્ષક નથી એ સૌથી મોટો પ્રશ્ન…?
આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે, પરંતુ એવું શક્ય નથી બનતું કે કોઈ બાળક કે બાળકી આજીવન તેની માતા પાસેથી જ શિક્ષણ લેતા રહે. ભણતર માટે શાળા અને શિક્ષક છે કે જયાં બાળકનો સર્વાંગી વિકાસ થાય. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જે પાયાની જરૂરિયાત છે તે છે શાળા અને શિક્ષક. હવે જરા વિચાર કરો કે માળખાકીય સુવિધાના નામે શાળાઓ તો ઉભી કરી દેવામાં આવશે પણ એ શાળામાં ભણાવનાર શિક્ષકો જ નહીં હોય તો શું થશે? આવી સ્થિતિ ગરબાડા તાલુકાની કુમાર શાળામાં સરકાર દ્વારા ઇંગ્લિશ માધ્યમ સ્કૂલ ચાલુ કરવામાં આવી છે જે સ્કૂલ ચાલુ થયા ને આજે સાત વર્ષ થવા આવ્યા છે જે શાળામાં 1 થી 7 ધોરણના 82 બાળકો અભ્યાસ કરે છે અત્યાર સુધી માત્ર એક શિક્ષક દ્વારા આ બાળકોને ભણાવવામાં આવે છે સરકારના પરિપત્ર મુજબ ઈંગ્લીશ માધ્યમ સ્કૂલમાં એક થી પાંચ ધોરણમાં બે શિક્ષકો તેમજ છ થી સાત ધોરણમાં બે શિક્ષકો ફાળવવામાં આવતા હોય છે પરંતુ અહીંયા 82 બાળકો અભ્યાસ કરતા હોવા છતાં એક જ શિક્ષક બાળકોને અભ્યાસ કરાવે છે ઉલ્લેખનીય છે કે અગાઉ રજૂઆત કરાતા બે પ્રવાસી શિક્ષકો ફાળવવામાં આવ્યા હતા પરંતુ પ્રવાસી શિક્ષકોને 23 જાન્યુઆરી 2024 ના રોજ તેઓની નિમણૂક રદ કરવામાં આવી છે.સરકાર દ્વારા તાલુકા મથકે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ તો કરી પરંતુ તેના પર ધ્યાન આપવામાં આવતું નથી તે હકીકત છે.ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષકોની ઘટના કારણે બાળકોન
ઘટના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય તરફ વળી રહ્યું છે સરકાર દ્વારા આ બાબતે ગંભીરતાથી નોંધ લેવામાં આવે તેમ જ ઇંગ્લીશ મીડીયમ શાળામાં જ્ઞાન સહાયક અથવા કાયમી શિક્ષકો આપવામાં આવે તેવી લાગણી અને માંગણી વાલીઓમાં ઊઠવા પામી છે..