
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા:નેશનલ હાઇવે પર આઝાદ ચોક નજીક ગટર તૂટતાં ટ્રક ગટરમાં ખાબકી..
દાહોદ તા.૦૫
ગરબાડા દાહોદ નેશન હાઈવેની કામગરી પૂર્ણ થયા ના આરે છે તેમજ રોડની સાઇડ માં તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે ગટર બનવા માં આવી છે ત્યારે આજે ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર આઝાદ ચોક નજીક ગટર તૂટતાં ટ્રક ગટરમાં ખાબકી હતી કપચી ભરેલ ટ્રક ગટર ઉપર ની સાઈડમાં કપચી ખાલી કરવા રિવર્સ કરતા ગટર તૂટી હતી સદ નસીબે જાનહાની ટલી હતી સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આ ગટર બનાવવામાં આવી છે ત્યારે આ ગટર ઉપર વાહન ચડતા ગટર તૂટી જવાથી ક્યાંક ને ક્યાંક આ ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ જોવા મળી રહ્યું છે ઉલ્લેખનિય છે કે ગટર ઉપર ઠેર ઠેર બેસાડવામાં આવેલ ઢાંકણો પણ વ્યવસ્થિત બેસાડવામાં આવ્યા નથી એ બાબતે અનેક લોકોની રજૂઆત થતા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી..