Sunday, 08/09/2024
Dark Mode

આવું ના કરો.. અનઅધિકૃતરીતે પાટા ઓળગવું મોત નોતરી શકે છે.!! દાહોદમાં બાળકો તેમજ મુસાફરો શોર્ટકટ અપનાવી ગેકાયદેસર રીતે રેલવે ટ્રેક ક્રોસ કરતા અકસ્માત થવાની આશંકા..

February 5, 2024
        291
આવું ના કરો.. અનઅધિકૃતરીતે પાટા ઓળગવું મોત નોતરી શકે છે.!!  દાહોદમાં બાળકો તેમજ મુસાફરો શોર્ટકટ અપનાવી ગેકાયદેસર રીતે રેલવે ટ્રેક ક્રોસ કરતા અકસ્માત થવાની આશંકા..

#DadodLive#

આવું ના કરો.. અનઅધિકૃતરીતે પાટા ઓળગવું મોત નોતરી શકે છે.!!

દાહોદમાં બાળકો તેમજ મુસાફરો શોર્ટકટ અપનાવી ગેકાયદેસર રીતે રેલવે ટ્રેક ક્રોસ કરતા અકસ્માત થવાની આશંકા..

બી કેબીન નજીક માનવ વસાહત પાસેથી પસાર થતા રેલવે ટ્રેકની બન્ને બાજુ બાઉન્ડ્રી વોલનો અભાવ..

મૂંગા પશુઓ પણ રેલવે ટ્રેક પર આવતા ટ્રેનોને ડિટેન્ક્સનનો સામનો કરવાનો વારો.

RPF દ્વારા જન જાગૃતિ અભિયાન તેમજ દંડાત્મક કાર્યવાહી બાદ પણ લોકો સુધરવાનું નામ નથી લેતા.

દાહોદ તા.05

આવું ના કરો.. અનઅધિકૃતરીતે પાટા ઓળગવું મોત નોતરી શકે છે.!! દાહોદમાં બાળકો તેમજ મુસાફરો શોર્ટકટ અપનાવી ગેકાયદેસર રીતે રેલવે ટ્રેક ક્રોસ કરતા અકસ્માત થવાની આશંકા..

ગતિની મજા મોતની સજા સૂત્રને આપણે સામાન્ય રીતે દીવાલોમાં અથવા કોઈ જાહેરાતોમાં જ વાંચતા હોઈએ છીએ પરંતુ સાચા અર્થમાં જોખમી રીતે બાળકો અને મુસાફરો મોત નોતરી શકે છે.તે ઉપરોક્ત ફોટોગ્રાફમાં જણાઈ રહ્યું છે.ભારતીય રેલવે એક તરફ પોતાની ગતિ વધારી 160 કિલોમીટર કરતાં પણ વધુ ગતિથી ટ્રેનો દોડાવવાની તૈયારીમાં જોતરાયું છે. ત્યારે બીજી તરફ અને ખાસ કરીને દાહોદ વિસ્તારમાં જે રીતે પાટા ઓળંગી રહ્યા છે તે આવનારા દિવસોમાં મોટા અકસ્માત નોકરી શકે છે.રેલ્વે ટ્રેકની બંને તરફ જો પ્રોટેકશન વોલ બનાવવામાં આવે તો આ અકસ્માતો રોકાઈ શકે તેવું લાગી રહ્યું છે.દાહોદ વિસ્તારમાં આરપીએફ અને રેલવે તંત્રના સંબંધિતો દ્વારા વારંવાર ડ્રાઇવ યોજી અનઅધિકૃત રીતે પાટા ન ઓળંગવા વખતે અવેરનેસ પ્રોગ્રામ પણ કરવામાં આવે છે.અને આવા કેટલાક લોકો સામે કાયદેસર કેસ પણ કરવામાં આવે છે પરંતુ કોણ જાણે કેમ લોકો શોર્ટકટ અપનાવા જોખમ લેવાનું વધુ પસંદ કરતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ ટ્રેક ઉપર અનેક વાર મૂંગા પશુઓ પણ તમામ પ્રકારની ટ્રેનની અડફેટે આવેલા ના બનાવો પણ નોંધાવા પામ્યા હતા.અને રેલવે તંત્ર એ અંગે ડિટેન્શનનો સામનો પણ કરવો પડે છે ત્યારે એક તરફ રેલ્વે તંત્ર ટ્રેનોની ગતિ વધારી પોતાના ગતવ્ય સ્થાને રહેલી અથવા સમયસર પહોંચે તે માટે કટિબંધ બની છે તો બીજી તરફ આવા અનઅધિકૃત રીતે લોકો વાતાવરણની અથવા તો મૂંગા પશુઓ પસાર થતાં રેલવે તંત્રના મનસુબા ઉપર પાણી ફેરવી રહ્યા છે ત્યારે સંબંધિતો દ્વારા આ ટ્રેક ઉપર કોઈ પગલાં લેવાશે ખરા અથવા તો આરપીએફ પોતાના એવેરનેસ પ્રોગ્રામમાં વધારો કરી શાળા કોલેજોમાં ચેતના જગાવે તે વધુ ઇચ્છનીય છે.

આવું ના કરો.. અનઅધિકૃતરીતે પાટા ઓળગવું મોત નોતરી શકે છે.!! દાહોદમાં બાળકો તેમજ મુસાફરો શોર્ટકટ અપનાવી ગેકાયદેસર રીતે રેલવે ટ્રેક ક્રોસ કરતા અકસ્માત થવાની આશંકા..

પશ્ચિમ રેલવે ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન સંચાલન કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.જેનો હેતુ એટલો છે કે ઓછા સમયમાં મુસાફરો સમયસર પોતાના ગતવ્ય સ્થાન સુધી પહોંચી શકે. સાથે સાથે દિલ્હી મુંબઈ વચ્ચેનો સમય અંતર પણ ઘટે જેથી કરીને દેશની બંને રાજધાની વચ્ચે વ્યાપાર અને વાણિજ્ય ક્ષેત્રે ક્રાંતિ આવી શકે માટે પશ્ચિમ રેલવે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર અવરોધ રૂપ રેલવે ટ્રેક તેમજ કર્વ ને સીધા કરી રહી છે.પરંતુ આ યોજના પર કામ કરી રહેલા રેલવેના ઉચ્ચ

આવું ના કરો.. અનઅધિકૃતરીતે પાટા ઓળગવું મોત નોતરી શકે છે.!! દાહોદમાં બાળકો તેમજ મુસાફરો શોર્ટકટ અપનાવી ગેકાયદેસર રીતે રેલવે ટ્રેક ક્રોસ કરતા અકસ્માત થવાની આશંકા..

અધિકારીઓએ કદાચ આ દ્રશ્યો જોયા નહીં હોય અથવા એના ધ્યાને નહીં હોય એટલા માટે દાહોદમાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓ તેમજ ટ્રેન પકડવાની લ્હાયમાં ઉતાવળ કરતા આવા તત્વો જાણે અજાણ્યા પોતાનું જીવ જોખમમાં મૂકી રહ્યા છે.આ ખોટું છે. મુસાફરો ટ્રેનમાં જગ્યા મળે તે માટે આવી રીતે જીવના જોખમે શોર્ટકર્ટ અપનાવી ગેરકાયદેસર રીતે પાટા ઓળંગી રહ્યા છે.એ ક્યાંક ને ક્યાંક પોતાનું મોત નોતરી રહ્યા છે. બીજી તરફ આ સ્કૂલના બાળકો રેલવે ટ્રેક પર લટાર મારી રહ્યા છે.અથવા તો સાયકલ સાથે ગેરકાયદેસર રીતે પાટા ઓલગી રહ્યા છે.જેના પગલે એક નાનકડી ભૂલ મોત નોતરી શકે છે. માટે આવી રીતે શોર્ટકટ અપનાવવાની જગ્યાએ રેલવે પાટા ગેરકાયદેસર રીતે ઓળંગવાની જગ્યાએ ફૂટપાથ અથવા અવરજવર કરવા બ્રિજનો ઉપયોગ કરો જે સલામતી ભર્યો છે.ત્યારે રેલવે તંત્ર દ્વારા માનવ વસાહતના બંને તરફ બેરિકેડીગ અથવા બંને તરફ દીવાલો ઊભી કરી અનઅધિકૃત રીતે પ્રવેશ અટકાવવો જોઈએ.જેથી કરીને લોકોની સુરક્ષા અને સલામતી યથાવત રહે સાથે સાથે રેલવેના સંચાલનમાં પણ કોઈપણ પ્રકારનું વિઘ્ન ન આવે તેમાં કોઈ બેમત નથી.

રેલવે ટ્રેક પર અન અધિકૃત પ્રવેશ અટકાવવા અવરનેશ પ્રોગ્રામની સાથે દંડાત્મક કાર્યવાહી પણ થઈ રહી છે :- લીનીશા બેરાગી :- ipf દાહોદ RPF

 અમારી ટેરેટરી એટલે કે અનાસથી ગોધરા સેક્શનની વચ્ચે જે ગામો અથવા માનવ વસાહત ધરાવતા વિસ્તારમાંથી રેલવે ટ્રેક પસાર થઈ રહ્યો છે તે તમામ ગામો અને માનવ વસાહતોમાં આરપીએફની ટીમ દ્વારા જનજાગૃતિ અંતર્ગત ડ્રાઇવ પણ યોજી રહ્યા છે. સાથે સાથે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વર્ષ 2022 માં લાઈન ક્રોસના 147 કેસો, તેમજ 2023 માં 451 જેટલાં કેસો નોંધવામાં આવ્યા છે. તેમજ શાળાઓમાં પણ જઈને અવરનેશ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.કેટલીક જગ્યાએ બાઉન્ડ્રી વોલ ન હોવાથી માનવ જાત અને મૂંગા પશુઓ રેલવે ટ્રેક પર આવી જતા કેટલીક જગ્યાએ અકસ્માત સર્જાય છે. જેના પગલે રેલવેને અનાવયશ્ક ડિટેનકશનનો સામનો કરવો પડે છે.

બાઉન્ડ્રી વોલના અભાવે મૂંગા પશુંઓ અને માનવજાત ટ્રેનની અડફેટે આવતા રેલવેને મોટું નુકસાન.

 અનાસ ચંચેલાવ સેક્શનની વચ્ચે કેટલીક જગ્યાએ માનવ વસાહત નજીકથી પસાર થતાં રેલમાર્ગ પર બાઉન્ડ્રી વોલના અભાવે અવારનવાર મૂંગા પશુઓ રેલવે ટ્રેક પર આવતા પસાર થતી ટ્રેનોની નીચે આવી મોતને ભેટે છે. તેવી જ રીતે કેટલાક બનાવોમાં માનવ જાત પણ ટ્રેનની ઝડપે આવતા મોતને ભેટે છે જેના પગલે એક તરફ રેલવેને અનાવયશક ડિટેક્શન નો સામનો કરવો પડે છે..તો બીજી તરફ જે વ્યક્તિના મૂંગા પશુ અથવા માનવજાત રેલવે દ્વારા મોતને બેટે છે તેમના ક્લેમ અને વીમાની રકમની ચુકવણીના ભોગે રેલવે તંત્રને આર્થિક રીતે નુકસાન પણ પહોંચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!