
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા લુંટના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપ્યો.
દાહોદ તા.05
દાહોદ પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ફેકટર એન.એન પરમાર તથા દાહોદ પેરોલ ફર્લો સ્કોડ ટીમ નો સ્ટાફ જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાંહે બાતમી મળેલ કે ગરબાડા પોલીસ મથકના ગુના નંબર 145/2012 ઇ.પી.કો કલમ 394/ 457 /479/ 114 મુજબના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા-ફરતા આરોપીબેન શીનાબેન શનિયાભાઈ ભાભોર રહે છરછોડા તેના ઘરે હોવાની બાતમીના આધારે લેડીઝ કોસ્ટેબલ સાથે તપાસ કરતા આરોપી બહેન મળી આવતા તેમને ઝડપી પાડી ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી