
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં સંકલનની બેઠક યોજાઈ
ગરબાડા તા. ૩
આજે તારીખ 3 ફેબ્રુઆરીના રોજ સવારના 11:00 કલાકે મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર તેમજ તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવા તેમજ મામલતદાર ની ઉપસ્થિતિમાં તાલુકા સંકલન ની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ગરબાડા તાલુકાના વિવિધ વિભાગના પ્રશ્નોની રજૂઆત કરવાની હતી જેમાં જેસાવાડા ખાતે સી.એસ.સી દવાખાનુ ગુલબાર ખાતે આઉટ પોલીસ સ્ટેશન નવા ફળિયા ખાતે નવા ફળિયા તળાવની કેનાલ ( સિંચાઈ) તેમજ ગરબાડા બસ સ્ટેશન પાંચવાડા ગામ ખાતે સર્કિટ હાઉસ અને ગરબાડા તાલુકામાં નલ સે જળ યોજના પાર્ટ -૧ ઝડપી પૂરી કરવા જેવા પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી આ તાલુકા સંકલનની બેઠકમાં સહલગ્ન વિભાગના કર્મચારીઓ તેમજ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા..