Sunday, 08/09/2024
Dark Mode

કેન્દ્રના બજેટમાં સતત બીજા વર્ષે મોટું ફંડ મળતા રેલ પ્રોજેક્ટ પૂર્ણ થવાની આશા જીવંત બની.. દાહોદ-ઇન્દોર રેલ પ્રોજેક્ટ માટે અધધ..૬૧૦ કરોડ ફળવાયા:ગત વર્ષનાં બજેટમાં ફાળવેલા ફંડમાંથી ૫૦ કરોડનું ફંડ કેરી ફોરવર્ડ થયું..

February 2, 2024
        404

#DahodLive#

કેન્દ્રના બજેટમાં સતત બીજા વર્ષે મોટું ફંડ મળતા રેલ પ્રોજેક્ટ પૂર્ણ થવાની આશા જીવંત બની..

દાહોદ-ઇન્દોર રેલ પ્રોજેક્ટ માટે અધધ..૬૧૦ કરોડ ફળવાયા:ગત વર્ષનાં બજેટમાં ફાળવેલા ફંડમાંથી ૫૦ કરોડનું ફંડ કેરી ફોરવર્ડ થયું..

રેલ્વે તંત્રની ઉદાશીનતા તેમજ લેટ લતીફિના કારણે ગત વર્ષે ૪૪૦ કરોડથી ૩૯૦ કરોડ વપરાયા..

દાહોદ તા.૦૨

કેન્દ્રના બજેટમાં સતત બીજા વર્ષે મોટું ફંડ મળતા રેલ પ્રોજેક્ટ પૂર્ણ થવાની આશા જીવંત બની.. દાહોદ-ઇન્દોર રેલ પ્રોજેક્ટ માટે અધધ..૬૧૦ કરોડ ફળવાયા:ગત વર્ષનાં બજેટમાં ફાળવેલા ફંડમાંથી ૫૦ કરોડનું ફંડ કેરી ફોરવર્ડ થયું..

 આશરે 15 વર્ષના વહાણાવાયા છતાં અધૂરી રહેલી ઇન્દોર દાહોદ રેલ પરીયોજના માટે કેન્દ્ર સરકારે અંતરિમ બજેટમાં 610 કરોડની ફાળવણી કરતા આ ઇન્દોર રેલયોજનામાં હવે વધુ ગતિ હાંસલ થશે તેવું લાગી રહ્યું છે.જોકે 19 વર્ષ પહેલાં જાહેર કરાયેલી આ યોજનાનું 2008 મા શિલાન્યાસ થતાં આ યોજના છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ ગતિ પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 205 કિલોમીટર લાંબી આ રેલયોજનાની મૂળ લાગત જે તે સમયે 678 કરોડની અંદાજ આંકવામાં હતી.જ્યારે હાલ 1600 કરોડ કરતાં પણ વધુ કરોડના ખર્ચે યોજના પરિપૂર્ણ કરાશે.ત્યારે આ રેલ પરિયોજનાની વચ્ચે આવતી 300 હેક્ટર જમીન ભૂમિ અધિગ્રહણ થઈ ચૂક્યું છે.ત્યારે 205 કિલોમીટર લાંબા રેલવે ટ્રેકમાં આવતી 543 હેક્ટર ખાનગી જમીન અને 64.55 એક્ટર વન વિભાગની જમીન અધિગ્રહણ કરવાની કામગીરી છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે પરંતુ હજી સુધી પૂર્ણ કરવામાં આવી નથી. જેના પગલે આ રેલ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે .આ દાહોદ-ઇન્દોર રેલ પરીયોજનામા હાલ ઇન્દોર-પ્રથમપુર તેમજ ગુણાવદ સુધીના 22 કિલોમીટર અને દાહોદ થી કતવારા 10 કીમીના પાટા પથરાયેલા છે.જ્યારે વચ્ચે આવતા ગામોમાં પ્લેટફોર્મ અને રેલ્વે સ્ટેશન સહિતના કાર્યો નિર્માણની પ્રક્રિયામાં ચાલુ છે.આમ જોવા જઈએ તો કેન્દ્ર સરકારે રતલામ મંડળને ૨૦૨૪/૨૫ ના બજેટમાં 15,143 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવી છે.મળતી માહિતી અનુસાર રેલ્વે દ્વારા રેલવે તંત્ર દ્વારા આ યોજનાનો કેટલોક હીસ્સો 2024 ના ઇલેક્શન પહેલા ચાલુ કરવાની ગણતરી રાખવામાં આવી હતી.પરંતુ ધીમી ગતિએ કરાયેલી આ કામગીરીને કારણે આ યોજના હવે ક્યારે પરિપૂર્ણ થશે તે જોવું રહ્યું.

રેલ્વે તંત્રની ઉદાસીનતા તેમજ અધિકારીઓની આળસાઇના લીધે ગત બજેટમાં ફાળવેલી રકમમાંથી ૫૦ કરોડ કેરી ફોરવર્ડ થઇ.

કેન્દ્રના બજેટમાં સતત બીજા વર્ષે મોટું ફંડ મળતા રેલ પ્રોજેક્ટ પૂર્ણ થવાની આશા જીવંત બની.. દાહોદ-ઇન્દોર રેલ પ્રોજેક્ટ માટે અધધ..૬૧૦ કરોડ ફળવાયા:ગત વર્ષનાં બજેટમાં ફાળવેલા ફંડમાંથી ૫૦ કરોડનું ફંડ કેરી ફોરવર્ડ થયું..

કેન્દ્ર સરકારે ગત વર્ષે બજેટમાં આ યોજના અંતર્ગત 440 કરોડ બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ હતી જે પૈકી તંત્ર દ્વારા 380 કરોડ જેટલી રકમ વાપરી નાખવામાં આવી છે. 10 કરોડ જેટલી રકમના ટેન્ડરો ના અપાઈ ચૂક્યા છે. આમ 390 કરોડ વપરાયા છે જ્યારે 50 કરોડ જેટલી રકમ વણ વપરાયેલી રહેવા પામી છે.ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભૂતકાળમાં જ્યારે ફંડના અભાવે કામગીરી થઈ શકતી નહોતી.અને આ યોજના ડબ્બામાં જશે એવું લાગી રહ્યું હતું પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી જે રીતે બજેટમાં રકમ ફરવાય છે અથવા અત્રેના સંબંધિતો દ્વારા જે પ્રયત્નો કર્યા છે તેને કારણે આ યોજના પરિપૂર્ણ થવાની આશા બંધાઈ છે ત્યારે પ્રશ્ન એ છે કે રકમ હાથમાં હોવા છતાં રેલવે તંત્ર દ્વારા ગતિ કેમ ધીમી રાખવામાં આવી છે. આ 50 કરોડની રકમ શા માટે વણવપરાયેલી રહેવા પામી છે તે પણ એક તપાસનો વિષય છે..

ટિહી ખાતે નિર્માનાધિન ટનલનું બન્ને તરફથી ફાઉન્ડેશન વર્ક પૂરજોશમાં,૨.૫૦ કિલોમીટર સુધી ટનલનું કાર્ય પૂર્ણ..

 આ રેલ પ્રોજેક્ટમાં ધાર તેમજ પીથમપુરની વચ્ચે આવેલી ટિહિ ખાતે ત્રણ કિલોમીટર લાંબી ટનલનું કામ છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી ચાલી રહ્યું છે.કોરોના કાળમાં બંધા ટેન્ડરો રદ કરી આ પ્રોજેક્ટ હોલ્ટ પર મૂકી દેવામાં આવ્યો પરંતુ કોરોના કાળ પછી દ્વારા પુનઃ આ પ્રોજેક્ટ પર પૂર ઝડપે કામ શરૂ કરતા અત્યાર સુધીમાં ૨.૫૦ કિલોમીટર સુધીમાં બંને તરફ અને ત્રણ કિલોમીટરની ટનલનું બેઝ વર્ક પૂર્ણ થયેલું છે.વચ્ચેના કર્વ નું ફાઉન્ડેશન વર્ક પૂર્ણ કરીને સીધા કરવામાં આવેલ છે. ત્યારે આ ઇન્દોર રેલ પરિયોજના ક્યારે અને કેટલા સમયમાં પરિપૂર્ણ કરાશે તે ખૂબ જ મહત્વનું બની રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!