રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના રવાળીખેડામાં રાત્રીના સમયે કાચું મકાન બળીને રાખ થતાં ગરીબ પરીવારને લાખો રૂપિયાનું નુકશાન..
આગના બનાવમા ઘરવખરી નો સામાન તેમજ મૂંગા પશુઓ ભડથું થયા..
દાહોદ તા.૦૨
દાહોદ તાલુકાના રવાળીખેડા ગામના નિશાળ ફળિયામાં અચાનક રાત્રીના સમયે એક કાચા મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી.જેમાં પાલતુ પશુઓ સહીત ઘરવખરીનો સામાન બળીને ખાક થતા ગરીબ પરિવારને માથે હાથ રાખી રડવાનો વારો આવ્યો છે.ત્યારે પરીવારના લોકોનો આગની ઘટનામાં આબાદ બચાવ થયો છે કોઈને જાનહાની નથી થવા પામી પરંતુ ઘરના સામાનની સાથે પાલતુ પશુઓ પણ બળીને ખાક થયા છે
દાહોદ જિલ્લાના તાલુકા મથકે આવેલા રવાળીખેડા ગામે રહેતા નિનામા ટીટુ વરસીંગ ભાઈ ગત તારીખ 1 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે મીઠી નીંદર માણી રહ્યા હતા તેવા સમયે રાત્રીના 10:30 વાગ્યાના સુમારે અચાનક જુના કાચા મકાનમાં આગના ગોટે ગોટા જોવા મળતા મકાન માલિક પોતાના પરિવારને બચાવવા હેબતાઈ ગયો હતો અને આજુબાજુના લોકો ભેગા થતા પાણીનો મારો ચલાવી આગ ઓળવવાની કોશિશ કરાઈ હતી પરંતુ આગ એટલી વિકરાળ હતીકે ઘરમાં રહેલો સર સામાન જેવોકે અનાજ કપડા અને ઘર વખરીના સામાનની સાથે સાથે પોતાના પાલતુ પશુઓ જેમાં બકરા અને ભેંસ પણ બળીને ખાક થઈ હતી અને આગ લાગવાની ઘટનાની જાણ દાહોદ ફાયરના જવાનોને કરતા ફાયરના જવાનો સાધન સામગ્રી લઈને દાહોદ તાલુકાના રવાળી ખેડા ગામે પહોંચ્યા હતા પરંતુ ફાયરના જવાનો પાણીનો મારો ચલાવે તે પહેલા વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકેલી આગે ગરીબ પરીવારના કાચા નળિયા વાળા ઘરને બાળીને રાખ કરી નાખ્યું હતું જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું જોકે આ આગની ઘટનામાં કોઈ જાનહાની બનવા નથી પામી પરંતુ લાખો રૂપિયાનો સર સામાન બળીને ખાક થવા પામ્યો હતો.