દાહોદ જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા શ્રી યોગેશ નિરગુડે
બદલી પામનારા શ્રી ડો હર્ષિત ગોસાવી એ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા
દાહોદ તા. ૧
દાહોદ: કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે એ આજે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. બદલી પામનારા શ્રી ડો હર્ષિત ગોસાવીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા હતા અને ચાર્જ સોંપ્યો હતો.
શ્રી યોગેશ નિરગુડે મૂળ મહારાષ્ટ્રના વતની છે તેઓ ભારતીય સનદી સેવામાં જોડાયા છે. તેઓ મિતભાષી સ્વભાવ ધરાવે છે. દાહોદ કલેક્ટર પદે નિયુક્તિ પૂર્વે તેઓ અમરેલી ખાતે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે, ભાવનગર ખાતે રીજીનલ કમિશનર તરીકે તેમજ ભાવનગરમાં જ કલેકટર તરીકે સેવા આપી હતી.આ ઉપરાંત તેઓએ નિયામક આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અને ભાવનગર ખાતે મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી. છેલ્લે તેમણે, ગૃહવિભાગમાં સેવાઓ આપી પોતાની ફરજ નિભાવી છે.
પોતાના આટલા કાર્યકાળની સેવા દરમ્યાન તેઓની હવે દાહોદ જિલ્લા કલેકટર તરીકે નિમણુંક થતાં તેઓએ આજે દાહોદ જિલ્લાનો ચાર્જ હાથમાં લીધો. કલેકટરશ્રીના આગમન સાથે પૂર્વ કલેકટરશ્રી ડો.હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો રાજદીપસિંહ ઝાલા,પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા,એ.એસપી.શ્રી કે સિદ્ધાર્થ, એ.એસપી.સુશ્રી બીશાખા જૈન,નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સહિત પ્રાંત અધિકારી શ્રીઓ સહિત અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
૦૦૦