રાજેશ વસાવે :- દાહોદ
રાબડાળના જંગલમાં રહેતાં દીપડાનો બાવકા બાદ1 માસમાં બીજો હુમલો, યુવકના બંને હાથ, છાતી અને હોઠ પર ઇજા..
વાંદરિયામાં લઘુશંકા માટે નીકળેલા યુવક પર દીપડાનો જ હુમલોઃ લોકોએ બૂમાબૂમ કરતાં ખેતરમાં ભાગી છૂટ્યો..
દાહોદ તા. ૨
દાહોદ તાલુકાના મોટા વાંદરિયા ગામે એક વ્યક્તિ પર દીપડાએ અચાનક હુમલો કરતાં વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચવા પામી હતી. જેને પગલે દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના મોટા વાંદરિયા ગામના પટેલ ફળીયામાં રહેતા અરવિંદભાઈ સંગાડા જે પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે એમના નજીકથી શ્વાનના બચ્ચાંઓનો અવાજ સંભળાતા અરવિંદભાઈ ત્યાં જઈ જતા દીપડો જાવાતા શ્વાનના બચ્ચાંઓની પાછળ પડ્યો હતો. જેને બચાવવા જતા દીપડાએ અરવિંદભાઈ પરજ હુમલો કરી તેમને શરીરે હાથ, પગે તેમજ મોઢાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ અરવિંદભાઈએ બૂમાબૂમ કરતા ઘરમાં હાજર પરિવારજનો દોડી આવ્યાં હતાં અને દીપડાને ભગાડી મુક્યો હતો. ત્યારે ગંભીર રીતે દીપડાના હુમલાથી ઈજાગ્રસ્ત અરવિંદભાઈને સારવાર માટે દાહોદના ઝાયડ્સ હોસ્પિટલ લવાયા જ્યાં ઝાયડસ હોસ્પિટલના હાજર તબીબોએ દીપડાના હુમલાથી ઈજાગ્રસ્ત અરવિંદભાઈ સંગાડાની તાત્કાલીક સારવાર કરી હતી. દિપડાના હુમલાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.