
રાહુલ ગારી :- ગરબાડા
તાલુકા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કચેરી ખાતે દુધાળા પશુના મંજૂરી હુકમનો વિતરણ કરાયું
ગરબાડા તા. ૩૧
આજ રોજ તાલુકા પંચાયત ગરબાડા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરની અધ્યક્ષ સ્થાને આદિજાતિ વિસ્તાર પેટા યોજના દાહોદ અંતર્ગત બોર્ડર વિલેજ ના ગામોમાં સ્વરોજગારી મળી રહે તેમાટે દુધાળા પશુ આપવાના લાભાર્થીઓને મંજૂરી હુકમ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુ લલ્લુભાઈ જાદવ,તાલુકા વિકાસ અધિકારી એચ.સી.રાઠવા જિલ્લા પંચાયત સભ્ય લલિતભાઈ બારીયા તાલુકા પંચાયત સભ્ય વિકાસભાઈ મુનીયા, પશુચિકિત્સક અધિકારી ડૉ.ઉત્સવ બારીયા, સરપંચ ગ્રામ પંચાયત ગુલબાર છત્રસિંહભાઈ મંડોડ તથા પશુધન નિરીક્ષક એન.જે.બામણીયા ઉપસ્થિત રહેલ હતા. અને લાભાર્થીઓને દુધાળા પશુના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતુ