રાજેશ વસાવે :- દાહોદ
અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને
દાહોદમાં BDDS, આરપીએફ જીઆરપી દ્વારા રેલવે સ્ટેશન તેમજ ટ્રેનોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું…
દાહોદ તા.19
અયોધ્યા માં ભગવાન શ્રીરામને પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને દાહોદમાં ઠેર-ઠેર અનેકવિધ કાર્યક્રમોના આયોજન થવા જઈ રહ્યા છે.
તો મોટી સંખ્યામાં રામ ભક્તો પણ આ મહત્વપૂર્ણ પળના સાક્ષી બનવા ટ્રેન મારફતે અયોધ્યા ધામ તરફ કુચ કરી રહ્યા છે ત્યારે આવા ધાર્મિક માહોલમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ અટકચાળો કે શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરે તે માટે
દાહોદ જિલ્લા પોલીસ તંત્ર પણ સતર્કતાથી બંદોબસ્ત ગોઠવી જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરી રહ્યું છે તેવા સંજોગોમાં દાહોદ એસટી ડો. રાજદીપસિંહ ઝાલાની સીધી નિઘરાણી હેઠળ
પોલીસની BDDS ( બોમ્બ ડિસપોઝલ ડિટેક્ટર કનસેટ) ના પી.એસ. આઈ. પી.ડી.બારીયા સાથે એસઓજી પોલીસ,આરપીએફના આઈ. પી. એફ. નિલિષા બૈરાગી, જી.આર.પીના પીએસઆઇ પી.ડી.ડામોરની આગેવાનીમાં તેમજ આરપીએફ જી.આર.પીના જવાનો દ્વારા
આજરોજ રેલવે સ્ટેશન, સર્ક્યુલેટિંગ એરિયા, તેમજ અવરજવર કરતી ટ્રેનોમાં HMD (અંડર વહીકલ સર્ચ મીટર), પોડર, જમીનમાં ખોદકામ માટે વપરાતું સાધન,ડીપ સર્ચ મેટલ ડિટેક્ટર, નોન લીવિઝન જંક્શન ડિટેક્ટર સહિતના સંસાધનો સાથે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં રેલવે સ્ટેશન, સર્ક્યુલેટિંગ એરિયા,ગોદીરોડ તરફની એન્ટ્રીગેટ,નિર્મણાંધિન પ્લેટફોર્મ નંબર 4, તેમજ ટ્રેન નંબર 19489 અમદાવાદ ગોરખપુર સાબરમતી એક્સપ્રેસ ટ્રેન, વડોદરા દાહોદ મેમુ,22976 બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનમાં ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં કોઈ સંવેદનશીલ અથવા કોઈ વાધાજનક વસ્તુઓ ન મળી આવતા સોં એ રાહત અનુભવી હતી.