
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
દે. બારીયા:જુગારના હબ ગણાતા કાપડી વિસ્તારમાં કુખ્યાત ભાગીદારોના સહિયારા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સના દરોડાથી નાસભાગ,75 હજારના મુદ્દામાલ સાથે 8 શકુનીઓ ઝડપાયા,19 જુગારીયાઓ ફરાર
ભૂતકાળમાં કાપડી વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર રેડ દરમિયાન પોલીસ પર હુમલો કરાયો હતો.
સ્ટેટ વિજિલન્સની રેડમાં કાપડી વિસ્તારમાં કુખ્યાત એવા pમોટા પ્રમાણમાં ચાલતા જુગારધામ પરથી નજીવી રકમ મળતા નગરમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયાં
દાહોદ તા.૦૬
પોતાની ટીમ ઉપર ભૂતકાળમાં રેડ દરમિયાન જ્યાં હુમલો થયો હતો તેવા જુગારનું હબ ગણાતા દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ મોટા પાયે ધમધમતા છ છ જેટલા કુખ્યાત ભાગીદારોના સહિયારા જુગારના અડ્ડા પર બાતમીના આધારે ત્રાટકેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ગાજી એટલી વરસી નહીં તેમ કોઇને કોઇ કારણસર રોકડ સહિત માત્ર 75 હજાર ના મુદ્દામાલ સાથે ૨૭ જેટલા જુગારીઓ પૈકી માત્ર આઠ જણાને પકડી સંતોષ માનતા ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ ની કામગીરી અને વિશ્વસનીયતા સામે અનેક પ્રશ્નાર્થો ખડા થયા છે.
આજરોજ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમને મળેલ બાતમીના આધારે, દેવગઢ બારીઆ નગરના કાપડી વિસ્તારમાં મળેલ બાતમીના આધારે ઓચિંતો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, ગંજીફાના પાના પત્તા વડે જાહેરમાં જુગાર રમતાં જુગાર ધામ પર પ્રથમ રેડ કરી હતી અને સામેજ રમતાં આંક ફરક અને વરલી મટકાના જુગાર પર પણ રેડ કરતાં કુલ ૨૭ ઈસમો વિરૂધ્ધ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યાેં છે જેમાં મહોમંદ મજીદ ચાંદા, મુસ્તુફા લીયાકત પઠાણ, સલમાન ઉર્ફે જાવેદ જાકીરભાઈ શેખ, ગુલાબભાઈ કનૈયાલાલ મંગલાણી, જુનેદ જાકીરભાઈ શેખ, અજીત ઈસ્માઈલ રાતડીયા, અબ્દુલભાઈ આદમભાઈ રામાવાળા, મહેબુબ મહોમંદ કલંબદ જ્યારે વોન્ટેડ આરોપીઓ તરીકે સીકંદર સત્તાર રામાવાજા, સત્તાર ઉર્ફે બોખો અબ્દુલ્લા શુક્લા, સલીમ રસુલ બક્સાવાલા, સોહીલ સિરાજ મન્સુરી, વિનુ પાકિસ્તાની, ઈસ્માઈલ રસુલ ભીખા, ઈલુ સત્તાર પટેલ, યાકુલ સત્તાર રામા, સબીર સત્તાર રાતડીયા, મહોમંદ ઉર્ફે મડીયો સત્તાર યમાના, હનીફ સલીમ ભીખા, આમીર આદમ કલસોરીયા, યાકુબ યુસુફ જેતરા, ઈમરાન ઈબ્દુલ જેતરા, હુસેન મતારાવાળા, અબ્દુલ ઘાંચી, સમદ રાતડીયા, સત્તાર સલાટવાળા, હનીફ સત્તાર જેતરા તથા રેડ દરમ્યાન નાસી જનાર અન્ય ત્રણ નાસી જનાર ઈસમો વિરૂધ્ધ વિરૂધ્ધ ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ ટીમે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઉપરોક્ત તમામ ઈસમો વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમે જુગાર ધામ પરથી પાના પત્તા, અંગઝડતીમાંથી એ દાવ પરથી રોકડા રૂપીયા કુલ ૬૦,૧૨૦, બે મોબાઈલ ફોન, કેલ્યુલેટર, વિગેરે મળી કુલ રૂા.૭૫,૪૨૦નો મુદ્દામાલ કબજે કર્યાેં છે.
વધુમાં જાણવા મળ્યાં અનુસાર, ઉપરોક્ત ઈસમો અંદરો અંદર ભીડભાડ કરી, માસ્ક ન પહેરી પોતાની તેમજ અન્યની જીંદગી જાેખમાંય અને કોરોના ગાઈડલાઈનો ભંગ કરી, ચેપ ફેલાવવાનું સંભત હોય તેમજ નજીક નજીકમાં બેસી સોશીયલ ડિસ્ટન્સનો પણ ભંગ કર્યાેં હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.