Wednesday, 04/12/2024
Dark Mode

દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પર આઈસરમાંથી 36 લાખ રૂપિયાના ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા,

January 7, 2024
        404
દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પર આઈસરમાંથી 36 લાખ રૂપિયાના ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા,

દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પર આઈસરમાંથી 36 લાખ રૂપિયાના ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા,

દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પર આઈસરમાંથી 36 લાખ રૂપિયાના ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા,

દાહોદ તા. ૭

દાહોદ તાલુકાના ખંગેલા ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે એક આઈસર ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા.36,06,000/-ના વિદેશી દારુના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.56,16,000/-નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ગાડીના ચાલક સહિત બે ઈસમોની પોલીસે અટકાયત કરી છે.

દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો જિલ્લો છે તેમાંય ખાસ કરીને દાહોદ જિલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં થતી હોવાની ભારે ચર્ચાઓ વચ્ચે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક આઈસર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર વિકાસકુમાર રાજમલજી તેલી અને તેની સાથેનો દેવેંદ્રભાઈ રામલાલ નાયી બંન્ને રહે. રાજસ્થાન)નાની પોલીસે અટકાયત કરી ગાડીની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આઈસર ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ.500 જેની કુલ કિંમત રૂા.56,16,000/-ના પ્રોહી જથ્થા સાથે ઝડપાયેલ ઈસમો પાસેથી મોબાઈલ ફોન તેમજ આઈસર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.56,16,000/-નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયે ઈસમોની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો ગૌતમ સેન (રહે. રાજસ્થાન), વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર, દારૂના ઠેકાનો માલીક, વિદેશી દારૂ મંગાવનાર વડોદરાના ઈસમ તેમજ અન્ય એક ઈસમ મળી એકબીજાની મદદગારીમાં હેરાફેરી કરતાં હોવાની કબુલાત કરતાં આ સંબંધે કતવારા પોલીસે તમામ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!