
બાબુ સોલંકી :- સુખસર
સુખસર ITI ખાતે ફતેપુરા વિધાનસભાની ભાજપની કારોબારી બેઠક યોજાઈ..
સુખસર તા. ૭
આજે તારીખ 7 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સુખસર આઈ.ટી.આઈ માં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર ના અધ્યક્ષ સ્થાને તેમજ ફતેપુરા 129 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રમેશ કટારા ની ઉપસ્થિતિમાં ફતેપુરા વિધાનસભાની ભાજપાની કારોબારીની બેઠક યોજાઈ.
આ બેઠકમાં દાહોદ જિલ્લા ભાજપાના વિવિધ હોદ્દેદારો તેમજ ફતેપુરા અને સંજેલી તાલુકા ભાજપાના વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ફતેપુરા તાલુકા અને સંજેલી તાલુકા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.