
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરામાં ઉતરાયણ પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયુ..
પતંગની દુકાનોમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાની તપાસ હાથ ધરાઈ.
ફતેપુરા તા. ૭
અગામી તારીખ 14 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં ઉતરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે ત્યારે આ ઉતરાયણ પર્વમાં તગડો નફો મેળવવાની લાઈ માં કેટલાક વેપારીઓ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાનુ વેચાણ કરે છે
ત્યારે ફતેપુરા નગરમાં આવા પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને મજાનું વેચાણ ન થાય તે હેતુથી આજરોજ ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ જે બી તડવીની આગેવાની હેઠળ ફતેપુરા પોલીસ દ્વારા સમગ્ર ફતેપુરા નગરની પતંગની દુકાનોમાં આવા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંઝા ની તપાસ હાથ ધરવામાં આવી હતી.