
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે ગરબાડા અને ગાગરડીમાં ચાઇનીઝ દોરીને લઈને ચેકીંગ હાથ ધર્યુ…
ગરબાડા તેમજ ગાગરડીમાં વેપારી ગ્રાહકોને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ન વાપરવા સૂચના આપી હતી..
ગરબાડા તા. ૭
ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે ગરબાડા તેમજ ગાગરડીમાં દુકાનો પર પતંગ દોરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. તેવામાં કોઈ વેપારી કે ગ્રાહક ચાઈનીઝ દોરી ન વાપરે તે માટે પોલીસ સતત તપસમાં છે અને અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે.એલ પટેલની સૂચના મુજબ ગરબાડા પોલીસ દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી દુકાનો બજારો, સ્ટોલ ખાતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વેપારી/ગ્રાહકોને ચાઈનીઝ દોરી ન વાપરવા સંદર્ભે સૂચના આપવામાં આવી હતી. અને.જો વેપારી પાસેથી ચાઈનીઝ દોરી વેચાણ કરતા પકડાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ….