Sunday, 08/09/2024
Dark Mode

ઝાલોદમાં ગર્ભવતી મહિલાની વ્હારે આવેલી 108 ની ટીમેં રસ્તામાં સફળતાપૂર્વક પ્રસુતી કરાવી માનવતા મહેકાવી..

January 6, 2024
        216
ઝાલોદમાં ગર્ભવતી મહિલાની વ્હારે આવેલી 108 ની ટીમેં રસ્તામાં સફળતાપૂર્વક પ્રસુતી કરાવી માનવતા મહેકાવી..

ઝાલોદમાં ગર્ભવતી મહિલાની વ્હારે આવેલી 108 ની ટીમેં રસ્તામાં સફળતાપૂર્વક પ્રસુતી કરાવી માનવતા મહેકાવી..

દાહોદ તા. ૬

ઝાલોદ તાલુકાના ગામડી ગામની ગર્ભવતી મહિલાને પ્રસુતાની પીડા ઉપાડતા પરિવારજનો દ્વારા 108 ઈમરજન્સી સેવાને કોલ કરતા ઘટના સ્થળે પહોંચેલી ઈમરજન્સી 108 સેવાના કર્મચારીઓએ પ્રસુતા મહિલા ને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં ગર્ભવતી મહિલાની પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.જે દરમિયાન એમ્બ્યુલન્સના ઇ.એમટી તથા પાયલોટે રસ્તામાં મહિલાની પ્રસુતિ કરાવી મહિલા અને બાળક બંનેનો જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

 

ઝાલોદ તાલુકાના ગામડી ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા પરિવારજનો દ્વારા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને કોલ કરતા તાબડતોડ ઝાલોદ તાલુકાના ગામડી ગામે પહોંચેલી 108 ઈમરજન્સી સેવાના EMT દ્વારા સગર્ભા મહિલાને તપાસતા પ્રસૂતિ દુખાવો થતો હતો.અને 108 ના ઇમર્જન્સી મેડિકલ ટેક્નીશીયન આશિષ.કે.ડામોર અને પાયલોટ અર્જુન કટારાને રસ્તામાં આવતા ડિલિવરી કરાવવાની ફરજ પડતા એમ્બ્યુલન્સને રોડની બાજુમાં ઉભી રાખીને પ્રસૂતિ કરાવવાની જરૂર પડી તો પ્રસૂતિ કરાવતા બાળકના ગળામાં ગર્ભ નાળ વીંટળાયેલ હતી અને જમણો હાથ એટલે કે લીંબ પ્રેસેંટેશન હતું અને ERCP ફિજીસિયન ડો.રામાણી સરના માર્ગદર્શનથી એમ્બ્યુલન્સમાં બહુ કાળજી પૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવેલ છે. અને સારવાર આપતા આપતા સરકારી દવાખાના ઝાલોદના ડો.કમલને બધી તકલીફ જણાવી અને માતા અને બાળકને દાખલ કરીને ત્યાથી રવાના થયા હતા. જે દરમિયાન માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓનો પ્રસૂતા મહિલાના પરિવારજનો દ્વારા ભારોભાર આભાર વ્યક્ત કરી તેમની કામગીરીને બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!