
દેવગઢબારિયા બસ સ્ટેશનમાં બેકાબુ બસ કેસ બારી સાથે અથડાઈ…
દેવગઢબારિયા બસ સ્ટેશન ખાતે બારીયાથી વડોદરા જતી બસ વેક્યુમ નહિ હોવાના કારણે કેસ બારીએ ઠોકાતા કેસ બારીને તથા બસને નુકસાન થયું હતું..
દેવગડબરીયા તા. ૪
દેવગઢબારિયા ડેપોની બારીયા થી વડોદરા અને વડોદરા થી બારીયા ચાલતી બસ જીજે 18 ઝેડ 4224 જે બારીયા ડેપોની હોય અને 3 1 2024 ના રોજ બારીયા થી વડોદરા ગઈ હતી અને વડોદરા થી બારીયા પરત ફરી હતી જ્યારે આ બસમાં વારંવાર વેક્યુમ ઉતરી જતું હોય તેના માટે બસના ડ્રાઇવર દ્વારા વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં તેનું રીપેરીંગ કામ કરી આપવામાં નહીં આપતા અને ડ્રાઇવરો દ્વારા જો લેખિતમાં રજૂઆત કરવામાં આવે તો તેમના રૂટ ચેન્જ કરી નાખવામાં આવતા હોય છે જેના લીધે ડ્રાઇવરો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવે છે જ્યારે બસ ડ્રાઈવર દ્વારા બસ વડોદરા લઈ ગયા ને વડોદરા થી પાછો આયા પછી બસને ડેપોમાં મૂકી હતી તે સમયે ડેપોના હેડ મેકેનિક દ્વારા આ બસને ચાલુ કરીને લઈ જતા બસને બ્રેક નહીં વાગતા બસ કેસ બારી પર અથડાઈ હતી સદનસીબે ડ્રાઇવર કંડકટર કે કેશિયર બચી ગયા હતા. જ્યારે કોઈને કોઈ પણ જાતની ઈજાઓ થઈ નહોતી જ્યારે બસને આગળના કાચ તૂટી ગયો હતો અને આગળનો ભાગ અંદર દબાઈ ગયો હતો બસને તથા કેસ બારીને નુકસાન થયું હતું જો આ બસને રસ્તાની વચ્ચે વેક્યુમ નહીં હોવાના કારણે બ્રેક નહીં વાગતી તો મોટી જાનહાની થતી તો તેની જવાબદારી કોની રહેતી તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે આવી બસોને બરોબર રીપેરીંગ કરીને કમ્પલેટ કરીને આપવામાં આવે તો કોઈને પણ નુકસાન નહીં થઈ શકે તેમ છે જ્યારે આ બસને જો ડ્રાઇવર થી નુકસાન થયું હોત તો ડ્રાઇવર પાસે રૂપિયા વસૂલવામાં આવતા જ્યારે બસ ને જો હેડ મેકેનિક થી નુકસાન થયું છે તો તેના પૈસા પણ હેડ મેકેનિક પાસે વસૂલવામાં આવે તેવી ડ્રાઇવર કંડકટર ની માંગ છે બારીયા ડેપોમાં બસોનું રીપેરીંગ કામ બરોબર નહીં થતું હોવાની પણ બૂમો ઊઠવા પામી છે મિકેનિકો પગાર ખાલી લેતા હોય એવું લાગી રહ્યું છે.