Friday, 19/04/2024
Dark Mode

દાહોદમાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતમાં એકનું મોત:અન્ય એક ઈજાગ્રસ્ત..

October 4, 2021
        1522
દાહોદમાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતમાં એકનું મોત:અન્ય એક ઈજાગ્રસ્ત..

જીગ્નેશ બારીયા :- દાહોદ/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતમાં એકનું મોત:અન્ય એક ઈજાગ્રસ્ત..

દાહોદ તા.૦૪

 દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે માર્ગ અકસ્માતના બે બનાવોમાં એકનું મોત નીપજ્યાનું જ્યારે એકને શરીરે, હાથે પગે ઈજાઓ થયાનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના ફુલપરી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૮મી સપ્ટેમ્બરના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં દિપનગર સોસાયટીમાં રહેતાં નરેશભાઈ રમણભાઈ પ્રજાપતિની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં નરેશભાઈને હાથે પગે, શરીરે ઈજાઓ પહોંચી હતી. આ સંબંધે લીમડી દિપનગર સોસાયટીમાં રહેતાં રમણભાઈ ઉકારભાઈ પ્રજાપતિએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દાહોદ તાલુકાના ગમલા ગામે રોડ પર બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૦૨ ઓક્ટોમ્બરના રોજ બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકાના કઠલા ગામે ગામતળ ફળિયામાં રહતાં ર્ડા. રાહુલભાઈ લબાના પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ ગમલા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ર્ડા. રાહુલભાઈ લબાનાએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ગાડી રસ્તાની સાઈડમાં ખાબકી પડી હતી અને જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે કઠલા ગામે ગામતળ ફળિયામાં રહેતાં ઈન્દ્રસિંહ અભેસીંહ લબાનાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

——————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!