Thursday, 18/04/2024
Dark Mode

સીંગવડ તાલુકાના સીંગવડ તાલુકાના મલેકપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રોટેશન પ્રમાણે સીટ ફાળવવા કલેક્ટરશ્રી ને આવેદન અપાયું..

October 4, 2021
        1248
સીંગવડ તાલુકાના સીંગવડ તાલુકાના મલેકપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રોટેશન પ્રમાણે સીટ ફાળવવા કલેક્ટરશ્રી ને આવેદન અપાયું..

જીગ્નેશ બારીયા:દાહોદ, કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તાલુકાના સીંગવડ તાલુકાના મલેકપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રોટેશન પ્રમાણે સીટ ફાળવવા કલેક્ટરશ્રી ને આવેદન અપાયું..

દાહોદ તા.૦૪

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મલેકપુર ગામે ગ્રામ પંચાયતની ચુંટણીમાં સીટ ગુજરાત સરકારે બહાર પાડેલ રોટેશન શિડ્યુલના નિયમ પ્રમાણે વારા ફરતી સરપંચની સીટ ફાળવવા બાબતે મલેકપુરના ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, સીંગવડ તાલુકાના મલેકપુર ગ્રામ પંચાયતમાં સરપંચની ચુંટણીમાં પંચાયતી રાજનો થયો ત્યારથી આજદિન સુધી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (ઓ.બી.સી.) સમાજની વસ્તી હાવા છતાં આજદિન સુધી સમાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ બક્ષીપંચની સીટ ફાળવણી કરવામાં આવી નથી. ઓ.બી.સી. સમાજની વસ્તી ધોરણ હોવા છતાં પણ સમાજને અન્યાય કરવામાં આવે છે તેવા પણ આપવામાં આવેલ આવેદનપત્રમાં આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યાં અનુસાર, સીંગવડ તાલુકાના મલેકપુર ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચની સીટ વખતો વખત એકધારી અનુસુચિત જન જાતિ (એસ.ટી.) ને સરપંચની સીટ ફાળવણી કરવામાં આવેલ છે અને ઓ.બી.સી. સમાજને અન્યાય કરવામાં આવે છે જેથી કરીને આ વખતે ગ્રામ પંચાયત મલેકપુરમાં સરપંચની ચુંટણીમાં ઓ.બી.સી. વર્ગને સરપંચની સીટ ફાળવવામાં આવે અને યોગ્ય ન્યાય મળે તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરને મલેકપુરના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

 

————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!