રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ જિલ્લા પંચાયત ખાતેથી જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા સભ્યની ઉપસ્થિતિમાં ગરબાડા જિલ્લા સીટમાં પીવાના પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું
જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા સભ્ય અર્જુનભાઈ ગારી અને શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવીના હસ્તે ટેકરો અને લીલી ઝંડી અપાય…
ગરબાડા તા. ૩
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ જિલ્લા પંચાયત સભ્ય અર્જુનભાઈ ગારી શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવી તેમજ ગરબાડા ગામમાં સરપંચ અશોકભાઈ રાઠોડ. બોરિયાલી ગામના સરપંચ ની ઉપસ્થિતિમાં પીવાના પાણીના ટેન્કર વિતરણ કરવામાં આવ્યા હતા જે ટેન્કર 15 માં નાણાપંચ અંતર્ગત જિલ્લા પંચાયત સભ્ય ની 10% ગ્રાન્ટ માંથી મંજૂર કરીને વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ગરબાડા બોરીયાલા સાહડા સહિતના વિસ્તારોમાં આ પાણીના ટેકરોનું વિતરણ કરવામાં આવ્યું હતું ટેન્કર વિતરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય સહિત સલગ્ન વિભાગન કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
. ..