મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકા પ્રમુખની વરણી થતા નિમણૂક પત્ર સાથે સન્માન સમારોહ યોજાયો.
ગોવિંદા તળાઈ ખાતે પ્રમુખના નિવાસસ્થાન ખાતે જિલ્લા પ્રમુખની અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો.
સંજેલી તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખની નિમણૂક થતા જિલ્લા પાર્ટી પ્રમુખ ની અધ્યક્ષ સ્થાને નિમણૂક પત્ર આપી સન્માન સમારોહ યોજાયો માજી સાંસદ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા.
સંજેલી તા. ૨૭
સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત તાલુકા પંચાયતના સભ્યોએ APMC ની ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્ર ભરવાને લઇને રાજકીય માહોલ ગરમાયો હતો અને કોંગ્રેસ પાર્ટી પ્રમુખ સહિત તાલુકા પંચાયતના સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી લેતા તાલુકા પંચાયત કોંગ્રેસમુક્ત બની હતી.જે બાદ સંજેલી તાલુકા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ માટે કાર્યકર્તાઓની લાઈન લાગી હતી અને જેમાં ગોવિંદા તળાઈ ગામના દિનેશભાઈ ઝાલકાભાઇ તાવીયાડ ને સંજેલી તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ તરીકેનું સુકાન સોંપવામાં આવ્યું છે. અને તેમની નિમણૂક થતા જ ગોવિંદા તળાઇ ખાતે જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હર્ષદભાઈ નીનામા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ,પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, વજેસિંહ પણદા, રઘુભાઈ મછાર, તેમજ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો અને વડીલો તેમજ ગ્રામજનો ની ઉપસ્થિતિમાં પ્રમુખનું નિમણૂક પત્ર આપી અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..