ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર ખાતે વકીલ મંડળના હોદ્દેદારો માટેની ચૂંટણીમાં ભૂલા ભાઈ પરમારની વરણી કરવામાં આવી
સુખસર,તા.૨૪
સંતરામપુર કોર્ટ ખાતે ૨૨ ડિસેમ્બર-૨૦૨૩ ના રોજ વકીલ મંડળના પ્રમુખ,ઉપપ્રમુખ,ખજાનચી, મંત્રી તથા લાઇબ્રેરીયનના હોદ્દા માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભુલાભાઈ પરમારની વિજેતા તરીકે જાહેરાત કરવામાં આવી હતી.તેમજ ઉપપ્રમુખ તરીકે હરીફ ઉમેદવાર ન હોય એ. એસ.તાવિયાડને બીન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા.તથા ખજાનચી તરીકે જે.એલ.ડામોર જાહેર થયેલ હતા.તેમજ મંત્રી તરીકે એ.એસ. ધામોદ જાહેર થયા હતા.જ્યારે લાઇબ્રેરીયન તરીકે સત્યમ બી.દાણી વિજેતા જાહેર થયેલ હોવાનું જાણવા મળે છે.
આમ સંતરામપુર વકીલ મંડળના હોદ્દેદારોની શાંતિપૂર્ણ રીતે વરણી થતાં ચૂંટાયેલા સભ્યોને વકીલ મંડળના મિત્રો દ્વારા અભિનંદન આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.