
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના સીમળીયાબુઝર્ગમાં ઘર આગળ ઢાળીયામાં બાંધેલ પશુઓ ચોરાયા
40 હજારની બે ભેંસ અને 6 હજારના બે નાના પાડા લઇ ગયા
ગરબાડા તા. ૨૩
સીમળીયાબુઝર્ગ ના અજયભાઈ ભારતસિંહ પરમારે તેમની 2 ગાયો અને 2 ભેંસો તેમજ દોઢેક વર્ષના બે પાડા ઘરઆગળ બનાવેલા ઢાંળીયાં બાંધ્યા હતા. સવારે ઢાળીયામાં બાંધેલા 2 ભેંસો તથા 2 નાના પાડા જોવા ન મળતાં શોધખોળ કરી પરંતુ મળી આવ્યા ન હતા. ત્યારે અગાઉ ચોરીમાં પકડાઈ ચૂકેલા સાહડા ગામનો દિલીપ ઉર્ફે દિનેશ રાયસીંગ બામણીયાએ સામેથી જણાવેલ કે તમારી ભેંસો તથા પાડા મે આગાડાવાના જોરસીંગ મેડા, કાનજી મેડા, નારસીંગ મેડા તથા વિદેશ મેડાને સાથે રાખી ચોરી કરાવેલ છે. તો હુ સામેથી તમને કહેવા માટે આવેલ છું તમારી ભેંસો તમને મળી જશે તેમ કહેતા અજમલસિંહ પરમારે મોડે સુધી રાહ જોઈ હતી. ત્યાર બાદ દિલીપ તેઓને સાહડા ગામે સ્મશાન બાજુ લઇ તમારા ચોરેલા પશુઓ અહી બાવળે બાંધેલા હતા પરંતુ અત્યારે ક્યાંક જતા રહ્યા છે તેની મને ખબર નથી મારી સાથેનાં માણસો લઈ ગયા હશે જણાવ્યું હતું. પશુઓ નહી મળતાં અજમલસિંહ પરમાર તથા ગામના માણસોએ દિલીપ બામણીયાને પકડીને ગરબાડા પોલીસ મથકે લઇ ગયા હતા. તેની સામે 40,000 રૂ.ની બે ભેંસો તથા 6000 રૂ.ના બે પાડા મળી 46,000 રૂ.ના પશુ ચોરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે દિલીપ ઉર્ફે દિનેશ સહિત પાંચ લોકો સામે ચોરીનો ગુનો નોંધ્યો હતો.