
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નઢેલાવ ખાતે ગામ લોકો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું.
ગરબાડા તા. ૨૩
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે આપવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને મોટી સંખ્યામાં યોજનાઓના લાભ લેવા અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ના વિવિધ શાખાના સ્ટોલ તેમજ આરોગ્ય વિભાગ તેમજ મામલતદાર પુરવઠા વિભાગના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા અને લોકોએ મોટી સંખ્યામાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર,ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર,તાલુકા વિકાસ અધિકારી રાઠવા,તાલુકા ભાજપ પ્રમુખ પ્રજિતસિંહ રાઠોડ,શૈલેષભાઈ ભાભોર,તાલુકા સભ્યો,જિલ્લા સભ્યો,સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.