
ગરબાડા તાલુકાના નવાફલિયા ગામ ખાતે જોહર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
ભીલવા ગામના સામાજિક કાર્યકર્તા તેમજ ગામના સરપંચના હસ્તે ટુર્નામેન્ટનું ઓપનિંગ કરાયું
ગરબાડા તા. ૨૩
ગરબાડા તાલુકાના નવાફળિયામાં ગામ ખાતે આદિવાસી સમાજના યુવાનો દ્વારા જોહાર ક્રિકેટ ટુર્નામેન્ટ નો આયોજન કરવામાં આવ્યું હતું જે ટુર્નામેન્ટમાં 32 ટીમોની મર્યાદા રાખવામાં આવી છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી યુવાનોમાં ભાઈચારાની ભાવના વધે તે હેતુ થી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે હા ટુર્નામેન્ટ આજે તારીખ 23/12/ 2023 થી ચાલુ થશે જે ટુર્નામેન્ટની મેચમાં આઠ ઓવર રાખવામાં આવી છે અને વિજેતા ટીમને ભીલવા ગામના સરપંચે તરફથી 111,100 નું ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે