ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરના પ્રતાપપુરા વિસ્તારમાં ઉજ્વલા યોજના હેઠળ કનેક્શનના કેવાયસી કરાવવા મહિલાઓ લાંબી કતારોમાં
સંતરામપુર પ્રતાપુરા વિસ્તારમાં ઉજ્વલા યોજના હેઠળ ગેસ બોટલના કનેક્શનના ઈ કેવાયસી માટે મહિલાઓની લાંબી કતારો જોવા મળી હતી.
સંતરામપુર તા. ૨૧
ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત ભરમાં સરકારની યોજના હેઠળ ઉજ્વલા ગેસ કનેક્શન આપવાનું સરકારે જાહેરાત કરેલી હતી અને સરકારની યોજના ઘરે ઘરે પહોંચે અને દરેક ગામમાં દરેક તાલુકામાં મળી રહે તેના હેતુથી સતત પ્રયાસ ચાલી રહ્યો છે ત્યારે સંતરામપુર આવકાર ગેસ એજન્સી પર મોટી સંખ્યામાં મહિલાઓ આધાર કાર્ડ સાથે ઈ કેવાયસી કરાવવા માટે સવારથી જ ભીડ જોવા મળી આવેલી હતી સંતરામપુર તાલુકાના 16,000 જેટલા ગેસ કનેક્શન કેવાયસી કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જ્યારે કેટલાક ગ્રાહકો મોબાઇલ દ્વારા ઘરે પણ કરી શકે છે સર્વર ડિમ હોવાના કારણે લાંબો સમય ખેંચવો પડતો હોય છે રોજના ત્રણસો થી સાડા ત્રણસો કેવાયસી કરવામાં આવતા હોય છે આ રીતે સંતરામપુરમાં આવકાર ગેસ ઉપર મોટા પ્રમાણમાં કેવાયસી કરવા માટે મહિલાઓની ભીડ જોવા મળી આવેલી હતી.