ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં ત્રણ વર્ષ અગાઉ ઘરફોડ ચોરીમાં સામેલ મધ્ય પ્રદેશના ઝાબુઆ ગેંગનો સગીરત ઝડપાયો..
મહીસાગર Dysp પી.એસ.વળવી એ જણાવ્યું હતું કે,
સંતરામપુર તા. ૨૧
સંતરામપુર તાલુકાના કોઠીબ ગામના ઘાટી ફળિયામાં તારીખ 01.04.2000 ના રોજ જે મધ્યપ્રદેશના જાંબુઆની જે લૂંટ ધાડ કરતી ગેંગે ફરિયાદીના મકાનના દરવાજા તથા બહારના ગ્રીલો તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના લૂંટ રૂપિયા 17,300 ની કરેલી અને જેતે વખતે સંતરામપુર પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ કરવામાં આવેલો હતો.અને તપાસ દરમિયાન પારસિંગ છગનભાઇ ધીરભાઈ ડામોર જે ચાકલીયાનો તેની અટક કરવામાં આવેલી હતી તેના નિવેદનના આધારે જે મારગાળા ગામના ભુરસિંગ રૂપાભાઇ અને અન્ય આરોપીઓ સંડવાયેલા હોવાની માહિતી બહાર આવતા જેતે વખતે વધુ એક આરોપીઓને પકડવામાં આવેલ હતા.જે પૈકી ઈશ્વર છગનભાઈ પારગી છેલ્લા 23 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો જેથી જિલ્લા પોલીસ આધિક્ષક તથા રેન્જ આઈ જી દ્વારા નાસતા ફરતા મિલ્કત સંબંધી આરોપીઓની શોધખોળ કરવા માટે પેરોલ ફ્લોના પી એસ આઈ, પટેલ તથા તેમની ટીમને સૂચના આપેલી હતી તે સુચનાના આધારે આરોપી ઈશ્વર છગનભાઈ પારગી નાઓને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા પકડી પડવામાં આવેલ છે અને ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે. આ આરોપી આગાઉ વડોદરા, સુરત શહેર દાહોદ વિસ્તારમાં અન્ય જગ્યા પણ ધાડ અને લૂંટના ગુન્હાઓમાં સંડોવાયેલ હતા અને આ ધાડ લૂંટની ટોળકીએ આખા વિસ્તરોમાં આંતક મચાવેલો હતો જેતે વખતે.અને હાલ આ આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ, પોલીસ રિમાન્ડ મેળવી તાપસ તજવીજ ચાલુ છે અને હાલ તાપસ ચાલે છે..