દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મંત્રી કુબેર ડિંડોર ના અધ્યક્ષ સ્થાને CPR તાલીમના બીજા તબક્કાનો શુભારંભ કરાયો…
દાહોદ તા. ૧૭
તાજેતરમાં ગુજરાત સહિત સમગ્ર ભારતભરના યુવાનોમાં હાર્ટ એટેક ના કેસોમાં ખૂબજ વધારો થઇ રહ્યો છે. હાલ ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક એ યુવાનો માટે ખૂબ પડકાર સમાન આફત બનવા પામી છે ત્યારે આજે મંત્રી કુબેર ડિંડોર ના અધ્યક્ષ સ્થાને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે CPR તાલીમ ના બીજા તબક્કાનો શુભારંભ કરાયો જેમાં શિક્ષકોને CPR તાલીમ આપવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોની હાજરીમાં આજે પ્રોજેક્ટ અને લાઈવ ડેમોશટેશન સાથે CPR ની તાલીમ આપવામાં આવી હતી. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતી માટે આજે કે.જી થી પી.જી સુધીના તમામ શિક્ષકોને CPR તાલીમ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,દાહોદ ઝાયડસ હોસ્પિટલના CEO સંજય કુમાર,જિલ્લા શિક્ષણાધિકારી સુરેશ મેડા તેમજ દાહોદ ડોક્ટર સેલ અને મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા.