લીમખેડા ધરિયા ફાર્મ પાસે ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી,ચાર ગેમ્બલરો 42 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપાયા.
લીમખેડા તા.14
લીમખેડા નગરમાં ધરિયાફાર્મ પાસે જાહેરમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ચાર ખેલીઓને ઝડપી અંગઝડતી તેમજ દાવ પર લાગેલી રકમ, મોબાઈલ ફોન મળી કુલ 42,900 ના મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગા કર્યા હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હરપાલ રાજેન્દ્ર જેઠવા રહે. ધરીયા ફાર્મ પાસે,સંતોષ રસિકભાઈ સોની રહે. શાસ્ત્રી ચોક,લીમખેડા, પરસોત્તમ ઉર્ફે પોપટ ધનાભાઈ ભરવાડ રહે. જેતપુર તેમજ કનુ ગલાભાઈ બામણીયા (માળી) રહેવાસી લીમડી આમલી ફળિયા સાથે મળી લીમખેડા ધરીયા ફાર્મની સામે ખુલ્લામાં જુગાર રમી રહ્યા હતા.તે સમયે પોલીસે દરોડા પાડી ઉપરોક્ત ચારેય ખેલીઓને ઝડપી તેમની અંગ ઝડતી 14,800 રૂપિયા,દાવ પર લાગેલા 3100, રૂપિયા તેમજ 25000 કિંમતના ચાર મોબાઈલ ફોન મળી કુલ 42,900 નો મુદ્દામાલ કબજે કરી ચારેય ગેમ્બલરો સામે જુગારધારા અંતર્ગત ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.