રાહુલ ગારી :- ગરબાડા
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખે પાંચવાડા આશ્રમશાળા ની મુલાકાત લીધી
શાળાની મુલાકાત દરમિયાન આરોગ્ય અધિકારી પશુ ચિકિત્સક અધિકારી ઉપસ્થિત રહ્યા હતા
ગરબાડા તા. ૫
પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી વેકેશન પૂરું થતાની સાથે જ શાળાઓ ફરીથી બાળકોના અવાજથી ગુજવા માંડી છે ત્યારે આજે ગરબાડા તાલુકાના પાંચવાડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પાંચવાડા આશ્રમશાળાની ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર દ્વારા ઓચિંતી પાંચવાડા આશ્રમશાળા ખાતા ની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન શાળાઓમાં બાળકોને મળતો શિક્ષણ તેમજ બાળકોને મળતી સુવિધાઓ તેમજ શાળામાં
અભ્યાસ માટેના પુરા સાધનો છે કે નહીં તેમજ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે કે નહીં તેની રૂબરૂ મુલાકાત કરી હતી અને બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો