
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા કુમાર શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરાયું.
ગરબાડા તા. ૨૮
ગરબાડા તાલુકા કુમાર શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓથી લોકો માહિતગાર બને અને વધુમાં વધુ લાભ લે તેવા હેતુસર યોજાયેલ સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના લાભોથી લાભાન્વિત કરાયા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે ભારત દેશને વિકસિત બનાવવાની દિશામાં પ્રયત્ન અંગે શપથ ગ્રહણ કર્યા હતાં.
આ કાર્યક્રમમાં ઉપ પ્રમુખ તા.પંચાયત લલ્લુંભાઇ જાદવ, સરપંચ અશોકભાઈ રાઠોડ, ત.ક. મંત્રી પારસિંગભાઈ હઠીલા,તાલુકા વિકાસ અધિકારી હસમુખ રાઠવા, તાલુકા પંચાયત સભ્યો, લાભાર્થીઓ સહિત કર્મચારીઓ,અગ્રણીઓ તેમજ ગ્રામજનોની પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા..