બાબુ સોલંકી :- સુખસર
માનગઢ ધામ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોરે વીર શાહદતને વરેલ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
માનગઢ ધામ ખાતે સહાદતનું બલિદાન આપનાર ૧૫૦૭ વીર સાહદતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
સુખસર,તા.૧૭
ગુરુ ગોવિંદ ની પવિત્ર ભૂમિ માનગઢ ધામ ખાતે આજરોજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના કેબિનેટ પ્રધાન કુબેરભાઈ ડીંડોરે વીર શાહદતમાં પોતાની જાત નુ બલિદાન આપનાર ૧૫૦૭ જેટલા વીર શહીદોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૭ નવેમ્બરે માનગઢ ધામ ખાતે બલિદાન શતાબ્દી સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના કલેક્ટર મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ સંતરામપુર તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ફતેપુરાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.બલિદાન શતાબ્દી સમારોહ કાર્યક્રમ નિમિત્તે માનગઢ ધામ ખાતે ૨૪ કુંડી ગાયત્રી યજ્ઞ નો કાર્યક્રમ યોજી વીર શાહદતને વોહરેલ આદિવાસી વીરો ની આત્માની શાંતી માટે યજ્ઞમાં આહુતિ આપવા મા આવી હતી આદિવાસી સમાજ સહિત સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થાય શિક્ષણ ક્ષેત્રે સોવ આગળ વધે માનગઢ ધામ સહિત આસપાસના વિસ્તારનો સંપૂર્ણ વિકાસ થાય તે માટે શિક્ષણ પ્રધાને પૂજા અર્ચના કરી ભારત માતાની આરતી ઉતારી વિકસિત ભારતનો સંકલ્પ ઉપસ્થિત લોકોને લેવડાવ્યો હતો સાથે માનગઢ થી પાવાગઢ મહાકાળી ના દર્શને ૧૦૫૨ ગજની ધજા અને રથ લઈ ને પગદંડી ચાલી જતા પગપાળા સંઘને પ્રસ્થાન કરાવ્યો હતો
ફોટો-માનગઢ ધામ ખાતે વીર શાહદતને વરેલ આદિવાસી વીર શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરી તેમની આત્માને શાંતિ માટે ૨૪ કુંડી ગાયત્રી યજ્ઞ ઉજવવામાં આવ્યો હતો તે જોઈ શકાય છે