બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકા સહિત દેશભરમાં કલાલ સમાજ દ્વારા સહસ્ત્ર બહુ અર્જુન જન્મોત્સવની કરાશે ઉજવણી
રાષ્ટ્રીય કલાલ મહાસભા દિલ્હી ગુજરાત પ્રદેશના મહાસચિવ હિતેશ કલાલે પાઠવી શુભકામના.
19 નવેમ્બર રવિવારના રોજ યોજાશે ભવ્ય શોભાયાત્રા
સુખસર,તા.૧૭
ફતેપુરા તાલુકા સહિત દેશભરમાં
કલાલ સમાજ દ્વારા સહસ્ત્ર બહુ ભગવાન અર્જુન જન્મોત્સવની ઉજવણી કરાશે. જેમાં રાષ્ટ્રીય કલાલ મહાસભા દિલ્હી ગુજરાત પ્રદેશના મહાસચિવ અને ફતેપુરા વિધાનસભા ના ધારાસભ્યના અંગત મદદનીસ હિતેશ કલાલે સમસ્ત કલાલ સમાજને નવા વર્ષ અને ભગવાન સહસ્ત્ર બહુ અર્જુન જન્મોત્સવની શુભકામના પાઠવી હતી.
ફતેપુરા તાલુકા સહિત દેશભરમાં કલાલ સમાજ દ્વારા સમાજના કુળદેવતા ભગવાન સહસ્ત્ર બહુ અર્જુન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરશે. ફતેપુરા નગર ખાતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના કલાલ સમાજના સભ્યો ઉપસ્થિત રહેશે. રવિવારે વહેલી સવારથી પૂજા અર્ચના શોભાયાત્રા મહા આરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે. કલાલ સમાજના આરાધ્યદેવ અને કુળદેવતા ભગવાન સહસ્ત્ર બહુ અર્જુન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.