રાજેશ વસાવે :- દાહોદ
બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે આજ રોજ ક્રાન્તિવીર બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
બિરસા મુંડાજીનો જન્મ 15 નવેમ્બર, 1875 માં ઝારખંડના ઉલીહાતુ ગામમાં થયો હતો.
દાહોદ તા. ૧૫
બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે આજ રોજ ક્રાન્તિવીર બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. બિરસા મુંડાની પ્રતિમાને ફૂલમાળા પહેરાવીને દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. પ્રાર્થના કરવામાં આવી હતી. પુષ્પોથી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 15 નવેમ્બર, 1875 માં ઝારખંડના ઉલીહાતુ ગામમાં તેમનો જન્મ થયો હતો. સમાજ માટે, દેશ માટે યુવા વયે શહીદી વહોરી લેનાર બિરસા આપણા યુવાઓ અને સમાજ માટે વિરતા અને પ્રેરણાનું પ્રતિક રહ્યા છે.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બિરસા ભવનના દિનેશભાઇ બારીયા ગુરુજી, શૈલેષભાઇ ડામોર, રાજુભાઇ વસૈયા, પ્રા. હરિપ્રસાદ કામોલ, એફ.બી.વ્હોનિયા, ઉપપ્રમુખ નયનભાઈ ખપેડ, શ્રી અમરસિંહ મકવાણા, ચિરાગભાઈ સંગાડા, શ્રી રોહિતભાઈ ભુરીયા, સંદીપભાઇ ભુરીયા, ડૉ. નરેન્દ્રભાઈ ચાવડા, સંજયભાઈ ભુરીયા, ડૉ. રાજુભાઇ ભુરીયા, કાળુભાઇ નિનામા, રાજેશભાઈ બીલવાળ ઉપસ્થિત રહ્યાં હતાં. બિરસા માર્ગે આગળ વધી સમાજ અને દેશ માટે કામ કરવા માટે યુવાઓને પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહેવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.