
પોલીસ પર હુમલાના બનાવમાં 400 સામે કાર્યવાહી,28 થી વધુની ધરપકડ…
દાહોદ રૂરલ પોલીસ મથકમાં ન્યાયની માંગણી દરમિયાન થયેલા હોબાળા બાદ પોલીસે 88 ઈસમો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કર્યો.
સાંસી સમાજની સ્થાનિક ધારાસભ્ય, રેન્જ આઈ.જી.પી તેમજ એસ.પી સમક્ષ કાર્યવાહીની માંગ કરી.
દાહોદ તા.15
દાહોદ તાલુકાના ખરેડીમાં સાંસી સમાજના યુવકના મોતના બનાવ બાદ આક્રોષિત બનેલા સાંસી સમાજનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું અને રૂરલ પોલીસ મથકના કોન્સ્ટેબલ સાયમંડ સહીત અન્ય 5 થી 6 પોલીસ કર્મીઓ દ્વારા યુવકને માર મારતા મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે મૃતદેહને પોલીસ મથકના પટાંગણમાં મૂકી ભારે હોબાળો મચાવતા પોલીસ અને ટોળાં વચ્ચે ઘર્ષણ તેમજ મારાંમારી થતાં પોલીસે ટોળાને વેરવિખેર કરવા માટે લાઠીચાર્જ કરવું પડ્યું હતું.આ બનાવમાં બીજા દિવસે ભારે રસાકસી બાદ બનાવ સબંધે અકસ્માત અંગે ગુનો દાખલ થતાં ગણતરીના કલાકોમાં એક્શનમાં આવેલી દાહોદ પોલીસે એસપી રાજદીપસિંહ ઝાલાના નિર્દેશનમાં પોલીસ ઉપર હુમલો,રાયોટિંગ,સરકારી કામમાં રુકાવટ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનાઓ નોંધવાનું શરૂ કર્યું હતું. અને 88 ઈસમો વિરુદ્ધ નામજોગ તેમજ 400 ઉપરાંતના ટોળાં વિરુદ્ધ વિવિધ ગુનાઓ અંતર્ગત ગુનો દાખલ કર્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.આ મામલે એ.એસ.પી કે.સિદ્ધાર્થ દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ હાથ ધર્યું હતું. અને સમાચાર લખાય છે.ત્યાં સુધીમાં તો 28 થી વધુ ઈસમોની અટકાયત કરી હોવાનું સામે આવી રહ્યું છે.જેમાં મહિલાઓનો પણ સમાવેશ થયો છે. અત્રે ઉલ્લેખની છે કે આ પહેલા સાંસી સમાજે મરણ જનાર નીતિન સીસોદીયાને ન્યાય અપાવવાની માંગણી સાથે દાહોદ એસ.પી ડો.રાજદીપ સિંહ ઝાલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,તેમજ રેન્જ આઈ.જી રાજેન્દ્ર અસારી સમક્ષ માંગણી કરી હતી અને જ્યાં સુધી મરણ જનાર નિતીન સિસોદિયાને ન્યાય ન મળે અને દોષીતો વિરૂધ્ધ કોઈ કાર્યવાહી ન થાય ત્યાં સુધી લાશનો અસ્વીકાર કર્યો હતો.આ દરમિયાન દાહોદ પોલીસે મરણ જનાર નીતિન સીસોદીયાના મૃતદેહને ઝાયડસ હોસ્પિટલમાં ઈન્કેશ અને પંચનામો કરી ડોક્ટરોની પેનલ પીએમ દ્વારા પી. એમ.કરવાની કરવી હાથ ધરી હતી.હાલ આ મામલે સાંસી સમાજ દ્વારા મૃતક નિતીન સિસોદિયાના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાની ના પાડી લાશનો અસ્વીકાર કર્યો છે ત્યારે બીજી તરફ પોલીસે બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત રાખી હુમલામાં સંડોવાયેલ અન્ય ઈસમોને પોલીસ મથકના CCTV કેમરા, પોલીસના પ્રોહી કેમરા તેમજ વાયરલ થયેલા અન્ય વિડિઓની મદદ વડે ઓળખી તેઓની ધરપકડ અંગેના ચક્રો ગતિમાન કર્યા છે.