દાહોદ તાલુકાના કઠલા ગામે પતિ તેમજ સાસરિયાઓના અમાનુષી ત્રાસથી વાજ આવેલી પરણીતાએ આઇખુ ટુકાવ્યુ..
દાહોદ તા.૦૩
દાહોદ તાલુકાના કઠલા ગામે પતિ તથા સાસરીયાઓના શારિરીક અને માનસીક ત્રાસથી વાજ આવેલ પરણિતાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
દાહોદ તાલુકાના નવા ઝુપડા ફળિયામાં રહેતાં પાયલબેનના લગ્ન દાહોદ તાલુકાના કઠલા ગામે મંદિર ફળિયામાં રહેતાં અરવીંદભાઈ સામજીભાઈ ડામોર સાથે થયાં હતાં ત્યારે લગ્ન જીવન દરમ્યાન પરણિતા પાયલબેનને તેનો પતિ અરવીંદભાઈ તથા સાસરી પક્ષના સોબનભાઈ સામજીભાઈ ડામોર, મંજુબેન સોબનભાઈ ડામોર, વજુભાઈ સામજીભાઈ ડામોર, રેખાબેન વજુભાઈ ડામોર અને કમલીબેન સામજીભાઈ ડામોરનાઓ અવાર નવાર પરણિતા પાયલબેનને ઘરના કામકાજ બાબતે મેણા ટોણા મારી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતાં ત્યારે પાયલબેનના પતિ અરવીંદભાઈ તથા જેઠાણી મંજુબેનનાઓના આડા સંબંધ બાબતે પાયલબેને ઉપરોક્ત પોતાના પતિ તથા સાસરીયાઓને કહેવા જતાં પાયલબેનને, તુ ખોટી રીતે શક વહેમ કરૂં છું, તેમ કહી પાયલબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા પાયલબેને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતક પરણિતા પાયલબેનને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.
આ સંબંધે દાહોદ તાલુકાના નવા ઝુપડા ફળિયામાં રહેતાં સમસુભાઈ સોમજીભાઈ બીલવાળે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————–