Wednesday, 04/12/2024
Dark Mode

દાહોદના બહુચર્ચિત મિલાપશાહ મર્ડર કેસમાં પકડાયેલા સૂરજ અને રણજિત પોલના 10 દિવસના રિમાન્ડ મળ્યા..

October 30, 2023
        1117
દાહોદના બહુચર્ચિત મિલાપશાહ મર્ડર કેસમાં પકડાયેલા સૂરજ અને રણજિત પોલના 10 દિવસના રિમાન્ડ મળ્યા..

મુખ્ય સૂત્રધાર સુરજ દાનસીંગનું ભૂતકાળ:ચોરી,બ્લેકમેલિંગ,હત્યાના પ્રયાસ જેવા ગોરખ ધંધાથી ભરેલો.. 

દાહોદના બહુચર્ચિત મિલાપશાહ મર્ડર કેસમાં પકડાયેલા સૂરજ અને રણજિત પોલના 10 દિવસના રિમાન્ડ મળ્યા..

પોલીસ તપાસમાં મરણજનાર મદન થાપા, મુખ્ય સૂત્રધાર સૂરજ દાનસીંગ તેમજ રણજિત પોલની સંડોવણી બહાર આવી..

પોલીસે પકડાયેલા ચારેય ઈસમોની 360 ડિગ્રી એંગલ પર ક્રાઇમ હિસ્ટ્રી, તેમજ મિલાપ શાહ મર્ડર કેસના તમામ એંગલોને તપાસ્યા...

દાહોદ તા.29

દાહોદમાં બહુચર્ચિત મિલાપ શાહ મર્ડર કેસમાં પકડાયેલા મુખ્ય સૂત્રધાર સહિત બન્ને આરોપીઓને દાહોદ પોલીસે મુંબઈના નાલાસોપારા ખાતેથી ઝડપી પાડી ગઈકાલે દાહોદ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલે તેઓની અટક કર્યા બાદ આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ત્યારે હવે દાહોદ પોલીસ રિમાન્ડ દરમિયાન ઉપરોક્ત બંને આરોપીઓની હિસ્ટ્રી તેમજ ગુના સંબંધે ખૂટતી કડીઓ જોડી સમગ્ર પ્રકરણની તપાસ પૂર્ણ કરી બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની તજવીજ હાથ કરશે.

દાહોદ શહેરમાં ચકચાર મચાવનાર મિલાપ શાહ મર્ડર કેસનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આ સમગ્ર હત્યાકાંડમાં સામેલ મુખ્ય સૂત્રધાર સુરજ દાનસીંગ, રણજિત પોલ સહીત 4 ઈસમોની દાહોદ પોલીસે મુંબઈના નાલાસોપારા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે. જોકે હત્યાકાંડમાં સામેલ અન્ય એક મદન થાપાની મોત 25 મીના રોજ પાલઘર નજીક ચાલુ ટ્રેનમાંથી પડી જવાથી થઈ જવા પામી હતી. ત્યારે પોલીસે પકડાયેલા ઉપરોક્ત ચારેય ઈસમોની રાઉન્ડ ધ ક્લોક યુક્તિ પ્રયુક્તિ તેમજ ક્રોસ વેરીફીકેશન સાથે બિલકુલ ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા પોલીસની પ્રાથમિક તપાસમાં સુરજ દાન્સિંગ રણજીત પોલ,તેમજ મદન થાપાની સંડોવણી બહાર આવી છે.જયારે પકડાયેલા અન્ય બે ઈસમોની હાલ સીધી રીતે અથવા આડકતરી રીતે આ મર્ડર કેસમાં સંડોવણી બહાર આવી નથી તેમ છતાં પોલીસે હજી પણ મર્ડર કેસમાં કોઈ કચાસ બાકી ન રહી જાય તે માટે તમામ પાસાઓનું બારીકાઇથી નિરીક્ષણ કરી પુનઃ એક વખત ઉપરોક્ત ચારેય ઈસમોની હિસ્ટ્રી,ઘટનાના દિવસ અને હત્યાકાંડ પહેલા અને હત્યાકાંડ બાદની તમામ ગતિવિધીઓની 360 ડીગ્રી એંગલ પર માઇક્રો એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. પોલીસ ઉપરોક્ત બન્ને શકમંદોની તમામ પાસાઓની ખરાઈ કર્યા બાદ જો એ બંને કિસ્સાઓ નિર્દોષ હશે તો તેમને છોડી મૂકશે.પરંતુ હાલ તો હત્યાકાંડમાં સામેલ મદન થાપા ને બાદ કરતા સુરજ દાનસીગ તેમજ,રણજિત પોલની ઘનીષ્ટ પૂછપરછ હાથ ધર્યા બાદ આજરોજ નામદાર કોર્ટ સમક્ષ રજૂ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં નામદાર કોર્ટ દ્વારા તેઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સૂરજ દાનસીંગ ભૂતકાળમાં સંખ્યાબંધ ગુનાઓને અંજામ આપ્યો હતો.

મિલાપ શાહ મર્ડરકેસમાં પકડાયેલો સૂરજ દાનસીંગની જવાનીની શરૂઆતમાં જ એટલે કે 12 વર્ષ પહેલા નેપાળમાં હાફ મર્ડર એટલે હત્યાના પ્રયાસના ગુનામાં જેલવાસ ભોગવી ચુક્યો છે.આ પહેલા જ્યારે નાનપણમાં તેને સારા સંસ્કાર અને યોગ્ય માર્ગદર્શનની જરૂર હતી તે સમયે પ્રથમ ગુરુ કહેવાથી માંએ બીજા વ્યક્તિ સાથે સંસાર માંડતા સુરજએ ગુનાની દુનિયામાં પ્રથમ ડગલું ભર્યું હતું.જ્યાંથી દસ વર્ષ પૂર્વે ભાગી મુંબઈના બોઈસર,પાલઘર તથા નાલાસોપારા જેવા વિસ્તારોમાં વસવાટ કરી ઘરફોડ ચોરી,બ્લેકમેલિંગ,તેમજ અન્ય કુટેવોના લીધે ઉપરોક્ત ગુના આચર્યાં હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

સૂરજ દાનસીંગ મુંબઈમાં બે ચોરીના બનાવોમાં પકડાઈ ચુક્યો છે.

 સુરજ દાનસીગ પહેલેથી જ ગુનાહિત માનસિકતા તેમજ કેટલીક કુટેવો તેમજ મોજશોખના લીધે છેલ્લા દસ વર્ષમાં મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં આવેલી હોટલોમાં કામ કરી ચૂક્યો છે.જોકે આ દરમિયાન મુંબઈ ખાતે બે ઘરફોડ ચોરીઓમાં સામેલ હોવાથી જેલવાસ પણ ભોગવી આવ્યો છે.

મુંબઈમાં કેસો નોંધાતા બનેલા સુરજે ગુજરાતની વાટ પકડી..

 મુંબઈના જુદા જુદા વિસ્તારોની હોટલમાં વેઇટર તરીકે નોકરી કરતો સુરજ દાનસીંગ પહેલેથી જ શોર્ટકટ અપનાવી પૈસા કમાવવા તેમજ રાજાશાહી શોખ પૂરા કરવા કંઈ પણ કરી ગુજરવાનું ડેરિંગ રાખતો હતો.જેથી મુંબઈ ખાતે બે ઘરફોડ ચોરીમાં સામેલ થયા બાદ તે કુખ્યાત તરીકે જાણીતો થતા તેને હોટલમાં કોઈ નોકરીએ રાખવા તૈયાર ન થતા બીજી તરફ તેની મુંબઈ ખાતે ક્રાઈમ હિસ્ટ્રીના કારણે નામ બદનામ થતા તેને ગુજરાતની વાટ પકડી હતી.અને અનુક્રમે વલસાડ,વડોદરા, સુરત જેવા મહાનગરોમાં વેઇટર તરીકે કામ કર્યું હતું.અહીંયા પણ તેને તેની આદત પ્રમાણે મારામારી,ઝઘડા તેમજ અન્ય કુટેવોના લીધે એક જગ્યાએ ટકીને નોકરી ન કરી શક્યો હતો અને આખરે દાહોદ ખાતે એક હોટલમાં નોકરી કરવા આવ્યો હતો અને અહીંયા પણ તેની વટાળ પ્રવૃત્તિ ચાલુ રહેતા હોટલ મેનેજમેન્ટ દ્વારા તેને પાણીચુ પકડાવતા દાહોદ છોડતા પહેલા તેને બે સાથીઓની મદદથી ચકચારી મિલાપ શાહ મર્ડર કેસને અંજામ આપ્યો હતો. 

દાહોદમાં પગ મુકતા પહેલા સુરજે 8 થી 9 જેટલા વ્યક્તિઓને બ્લેક મેલ કર્યા હોવાની કબૂલાત કરી..

 મિલાપ શાહ હત્યા કેસમાં પકડાયેલા સુરજે મુંબઈ બાદ અનુક્રમે સુરત, વડોદરા,વાપી જેવા શહેરોમાં જુદા-જુદા વિસ્તારોમાં નોકરી કરી હતી.આ દરમિયાન તેની કુટેવોના લીધે તેના મોજ શોખ પૂરા થતા નહોતા.જેના પગલે તેને પૈસા કમાવવા માટે શોર્ટકટ અપનાવ્યો હતો.અને દાહોદમાં પગ મુકતા પહેલા જ 8 થી 9 જેટલા વ્યક્તિઓને અનૈતિક સબંધો બાદ બ્લેકમેલ કરી પૈસા પડાવવાનો ગોરખ ધંધો પણ કરેલો છે. જે અંગે હવે દાહોદ પોલીસે જુદી-જુદી થીયરી અને કબુલાત બાદ ઉપરોક્ત તમામ પાસાઓ પર તપાસ માટે દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!