ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ની 51 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ.
દાહોદ તા. ૨૯
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખાની 51મી વાર્ષિક સાધારણ સભા ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી ના સુંદર શોભા હોલ માં રેડ ક્રોસના પ્રમુખ કલેક્ટર શ્રી ડોક્ટર હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી આ પ્રસંગે સભાની શરૂઆત પહેલા સોસાયટીના કર્મચારી મીનેશભાઈ શાહનું દુઃખદ અવસાન થતા બે મિનિટનું મૌન પાડી સભાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પ્રાર્થના જીપી ધાનકા માધ્યમિક શાળાની રજૂ કરી હતી સ્વાગત પ્રવચન સોસાયટીના ચેરમેન ગોપાલભાઈ ધાનકાએ આપી હતી સાધારણ સભાના એજન્ડાના કામો માનદ્ મંત્રી જવાહરભાઈ શાહ એ રજૂ કર્યા હતા 22 23 ના વર્ષના હિસાબો ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા રજૂ કર્યા હતા સોસાયટીની ભાવી આયોજનની રૂપરેખા સોસાયટીના વાઇસ ચેરમેન ડોક્ટર બી એસ અગ્રવાલ રજૂ કરી હતી આ પ્રસંગે વર્ષ દરમિયાન આજીવન સભ્યો બન્યા છે તેમને આઈકાર્ડ અને બેઝ આપવામાં આવ્યા હતા વર્ષ દરમિયાન બ્લડ બેન્ક માટે જે સંસ્થાઓએ રક્તદાન કેમ્પો યોજીને વધુમાં વધુ રક્તદાન કરાવેલ તેવી સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય રેડક્રોસ સોસાયટીના ખજાનચી સંજયભાઈ શાહ રાજ્ય પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી સોસાયટીની વર્ષ દરમિયાન કરવામાં આવેલ કામગીરીની સેવાઓને બિરદાવી હતી અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રી ડોક્ટર હર્ષિત ગોસવિએ રક્તદાન વિશે ભાર મૂક્યો હતો તથા સિકલ સેલ અને થેલેસેમિયાવિશે માહિતગાર કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ સોસાયટીના સહમંત્રી સાબિર શેખએ કરી હતી અંતમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોસાયટીના કારોબારી સભ્યો તથા આજીવન સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા