Saturday, 19/07/2025
Dark Mode

વિજયાદશમી નિમિતે ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે રાવણના પૂતળાનું દહન કરાયું.

October 25, 2023
        576
વિજયાદશમી નિમિતે ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે રાવણના પૂતળાનું દહન કરાયું.

રાહુલ ગારી :- ગરબાડા 

વિજયાદશમી નિમિતે ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે રાવણના પૂતળાનું દહન કરાયું.

ગરબાડા તા. ૨૫

 આધ્યશક્તિની આરાધનાના પાવન પર્વ આશો નવરાત્રીના સમાપન સાથે આજરોજ ગરબાડા તાલુકાના ગાંગરડી ખાતે વિજયાદશમી પર્વની ઉજવણી રાવણ દહનના કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. 

ગતવર્ષની જેમ આ વર્ષે પણ ગામના ઉત્સાહી યુવાનો પાછલા કેટલાક દિવસથી રાવણનું પૂતળું બનાવવાની તડામાર તૈયારીઓ કરતાં નજરે પડતાં હતા અને યુવાનો દ્વારા આશરે ૧૦ થી ૧૨ ફુટ જેટલું ઊંચું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું હતું અને આજરોજ સાંજે ૬:૦૦ કલાકે ગાંગરડી બસ સ્ટેન્ડ પાસે વાજતે ગાજતે ધુમધડાકા સાથે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જોવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી જે તસવીરમાં નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!