રાજેશ વસાવે :- દાહોદ
ભીલ સમાજ ના લગ્નો માં થતા ખોટા મોટા ખર્ચાઓ ને રોકવા બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે શ્રી પ્રવિણભાઈ પારગી ની અધ્યક્ષતામાં સારી રીતે સંપન્ન થઈ
દાહોદ તા. ૨૨
ભીલ સમાજ ના લગ્નો માં થતા ખોટા મોટા ખર્ચાઓ ને રોકવા તથા દહેજ દારુ ડીજે ને દૂર કરવા માટે ના અભિયાન અંતર્ગત *બિરસા પ્રચાર રથ* ના આયોજન અંગે બિરસા મુંડા ભવન ના માનનીય અધ્યક્ષ શ્રી ની સૂચનાનુસાર ની મિટિંગ આજરોજ નિર્ધારિત સમયે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે શ્રી પ્રવિણભાઈ પારગી ની અધ્યક્ષતામાં સારી રીતે સંપન્ન થઈ હતી.
આ મિટિંગમાં ભીલ સમાજ પંચ ગરબાડા સહિત ત્રણેય જીલ્લા ના લગભગ ૪૨ જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થયેલ કાર્યવાહી ની વિગતો નીચે મુજબ છે.
૧. બિરસા મુંડા ભવન દાહોદ અને ભીલ સમાજ પંચ (સૂચિત) દ્વારા તૈયાર કરવામાં આવેલા લગ્ન બંધારણ ની પુસ્તિકા સૌને આપવામાં આવી હતી. આ લગ્ન બંધારણ ને *બિરસા પ્રચાર રથ* ના માધ્યમથી ઘરે ઘરે પહોંચાડવા માટે સૌ એ સહમતિ દર્શાવી હતી.
૨. ત્રણેય જીલ્લા ના તમામ તાલુકાની ટીમો ની રચના કરવા ના હેતુથી જે તે તાલુકાના અન્ય આગેવાનો સાથે સંકલન, પરામર્શ અને સંદેશા વ્યવહાર માટે તેમજ યથાસંભવ ટીમોની રચના કરવા માટે હાજર સભ્યો પૈકી નીચે મુજબના સભ્યોને કામચલાઉ ધોરણે જવાબદારી સોંપવામાં આવી.
૧. દાહોદ, ગરબાડા – શ્રી શૈલેષ ભાઈ મખોડિયા અને શ્રી મૂકેશભાઈ ભુરિયા
૨. ઝાલોદ – શ્રી બીકે પરમાર, શ્રી દીતા ભાઈ ગરાસિયા, શ્રી એફ બી વહોનિયા
૩. ફતેપુરા – શ્રી દીતા ભાઈ ગરાસિયા
૪. સીંગવડ અને સંજેલી – શ્રી સામજી ભાઈ કામોળ અને શ્રી માનસિંગ ભાઈ રાઠોડ
૫. સંતરામપુર – શ્રી પ્રવિણભાઈ પારગી, શ્રી અરવિંદ ભાઈ વસૈયા, શ્રી કિશોર ભાઈ અમલિયાર
૬. પંચમહાલ – શ્રી પ્રવિણભાઈ પારગી, શ્રી હિરાભાઈ નાયક, શ્રી તખતસિંહ ડામોર, શ્રી પંકજ ભાઈ ડામોર
૭. લીમખેડા, ધાનપુર – શ્રી દિનેશભાઈ ભાભોર અને શ્રી ચરણસિંહ કટારા
૩. તમામ પક્ષોના રાજકિય આગેવાનોની મદદ વગર આ કામ શક્ય બની શકે નહીં તેવું સૌએ સ્વિકાર્યું. તે માટે માનનીય સંસદ સભ્ય શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી ઓ સહિત અન્ય પક્ષો ના સૌ રાજકીય આગેવાનો ને રૂબરૂ મળીને આ *બિરસા પ્રચાર રથ* અંગે વાકેફ કરવા તેમજ આ કામમાં મદદરૂપ થવા માટે વિનંતી કરવા નું નક્કી કરવામાં આવ્યું .
જિલ્લા- તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચ શ્રી ઓ, પ્રમુખ શ્રી ઓ ને પણ આ કામમાં જોડાવા માટે સંપર્ક કરવાનું નક્કી કરવામાં આવ્યું.
તે ઉપરાંત સમાજ ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સહિત સમાજ ના અન્ય તમામ આગેવાનો ને પણ આ કામમાં સામેલ કરવા માટે સંપર્ક કરવાનું નક્કી કર્યું.
૪. ભીલ સમાજ પંચ ની રચના માટે પણ સારી એવી ચર્ચા વિચારણા થઈ હતી. ભીલ સમાજ પંચ ગરબાડા ના પ્રતિનિધિ શ્રી ચરણસિંહ કટારા દ્વારા ભીલ સમાજ પંચ ની રચના અંગે રૂપરેખા રજૂ કરવામાં આવી. રથ ની સાથે ભીલ સમાજ પંચ ની રચના કરવાનો મુદ્દો પણ લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું.
૫. ખર્ચની વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. કોઈ નિર્ણય થયો ન હતો.
૬. રથ ની સાથે લગ્ન બંધારણ, સમૂહલગ્નો, ભીલ સમાજ પંચ ની રચના તથા શિક્ષણ ની વાત પ્રચાર પ્રસાર તેમજ યોગ્ય કાર્યવાહી કરવા માટે લઈ જવા સર્વ સંમતિ બની હતી.
ખોટા પ્રમાણપત્રો નો મુદ્દો રથ ની સાથે પ્રચાર પ્રસાર માટે લઈ જવા બાબતે મોટાભાગના સભ્યોએ અસહમતી દર્શાવી હતી.
૭. *બિરસા પ્રચાર રથ* ના પ્રસ્થાન ની તારીખ ૨૮.૧૦.૨૦૨૩ પર સહમતી ન બનતાં પ્રસ્થાન ની તારીખ હવે પછી નક્કી કરવામાં આવશે તેવું નક્કી થયું.
૮. હવે પછીની મિટિંગ આગામી રવિવારે તા. ૨૯.૧૦.૨૦૨૩ ના રોજ રાખવાનું નક્કી કરવામાં આવ્યું.