દે.બારીયા પીટીસી કોલેજ ખાતે કૃષિ મેળો યોજાયો..
દે.બારીયા તા. ૨૨
દેવગઢ બારીયા પીટીસી કોલેજ ખાતે રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો કૃષિ મેળા નુ આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષિ મેળામાં ખેતીવાડી શાખાના ખેડૂત લાભાર્થીઓને મિલેટ પાકોના વાવેતર અને મૂલ્યવધૅન વિશેની માહિતી આપવામાં આવી તેમજ રવિ પાકોના વૈજ્ઞાનિક ખેતીની પદ્ધતિનુ માર્ગદર્શન આપવામાં આવ્યું. લાભાર્થી ખેડૂતોને સહાય ચૂકવણી તેમજ પૂર્વ મંજૂરીના હૂકમ વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં, દેવગઢ બારીયા તાલુકા પંચાયત પ્રમુખ જશવંતસિંહ રાઠવા પૂર્વ પ્રમુખ કરણસિંહ મામાઅનેજિલ્લા પંચાયત ઉ.પ્રમુખ અરવિંદા બેન તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો.લાભાર્થીઓ તેમજ મહાનુભાવો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.