
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા કન્યાશાળામાં ICT લેબનું ઉદઘાટન…
કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્યના પ્રતિનિધિ મુકેશભાઈ ગારી સરપંચ અશોકભાઈ રાઠોડ માજી સરપંચ મહેન્દ્રભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા
ગરબાડા તા. ૧૯
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી શાળાઓમાં ICT લેબ ફાળવવામાં આવી છે જેમાં 15 કમ્પ્યુટર થી ICT લેબ સજ કરવામાં આવી છે જેમાં આજે કન્યાશાળા ગરબાડા ખાતે જિલ્લા સભ્ય અર્જૂનભાઈ ગારી તેમજ તાલુકા પંચાયત સભ્ય ચદાંબેન નાં પ્રતિનિધિ મુકેશભાઈ ગારી તેમજ ગરબાડા સરપંચ અશોકભાઈ રાઠોડ તેમજ માજી સરપંચ મહેન્દ્રભાઈ રાઠોડ નાં હસ્તે આ ડિજિટલ ICT લેબનું રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉલેખનીય છે કે ICT લેબ એ બાળકોના ટેકનોલોજીના શિક્ષણમાં એક મહત્વનો ભાગ ભજવે છે.