
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ખાતે ગરબાડા તાલુકા ની અનુસૂચિત જાતિ કેળવણી મંડળ ની ચિંતન બેઠક યોજાઈ.
ગરબાડા તા. ૯
અનુસૂચિત જાતિ સૌરભ સામાયિક પ્રેરિત દાહોદ જિલ્લા ત્રિસૂત્ર શતાબ્દી ઉજવણી યાત્રા સંદર્ભે ગરબાડા તાલુકા માં માધ્યમિક શાળા ખાતે અધ્યક્ષ , મુખ્ય વક્તા પ્રેરક રાજકોટ ના દિનેશભાઈ પરમાર અને સૌરભ ના તંત્રી નીતાબેન પરમાર તેમજ વડોદરા ના બિલ્ડર ગીરીશભાઈ મિસ્ત્રી ના મુખ્ય મહેમાન પદે તથા જિલ્લા કન્વીનર ગોપાલભાઈ ધાનકા તેમજ કિરણસિંહ ચાવડા ની ઉપસ્થિતિમાં ત્રિસૂત્ર શતાબ્દી ઉજવણી યાત્રા ની બીજા દિવસ ની પ્રથમ બેઠકમાં દિપ પ્રાગટય કરી ઉપસ્થિત મહાનુભાવો નું ફુલહારથી સ્વાગત કર્યું હતું .સ્વાગત પ્રવચન કિરણસિંહ ચાવડા એ કર્યું હતું ત્રિસૂત્ર શતાબ્દી ઉજવણી યાત્રા ના પ્રેરણા દિનેશભાઈ પરમાર એ જણાવ્યું કે ડો .ભીમરાવ આંબેડકર સાહેબ વડોદરા મુકામે નોકરી દરમિયાન થયેલ કટુઅનુભવોથી નારાજ થઈને મુંબઈ પરત જતાં પૂર્વે વડોદરા ના કમાટીબાગમાં સામાજિક ઉત્થાન માટે લીધેલ સંકલ્પને અનુસંધાને 20 જુલાઈ 19 24 ના રોજ મુંબઈના દામોદર હોલમાં તેમણે સર્વપ્રથમ સામાજિક સંગઠન બહિષ્કૃત હિતકારિણી સભા ની સ્થાપના કરી અને તેના મુદ્રા લેખ તરીકે શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો ત્રિસૂત્ર આપ્યું હતું આજે પણ સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાયના સર્વાંગી ઉત્થાન માટે પ્રેરણાદાઈ આ ત્રિસૂત્ર નુ શતાબ્દી વર્ષ હોય તેની સાર્થક ઉજવણી માટે દાહોદ જિલ્લાના પ્રત્યેક તાલુકા મથકે અનુસૂચિત જાતિ કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી તેમજ પ્રત્યેક તાલુકા મથકોએ સેવા સમાજ કર્મશિલો ,સામાજિક શૈક્ષણિક સંગઠનોની માહિતી, શૈક્ષણિક ભસંસ્થાઓ ની માહિતી એકત્રિત કરી ને દાહોદ જિલ્લામાં વસતા સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાયની વસ્તી સહિતની વિશેષ માહિતી આવરી લેતો દાહોદ જિલ્લા સમાજ સેવક વિશેષાંક પ્રસિદ્ધ કરીશું. પ્રાસંગિક પ્રવચન ગોપાલભાઈ ધાનકા ,ગિરીશભાઈ મિસ્ત્રી, એ કર્યું હતું
આ પ્રસંગે ગરબાડા તાલુકા પંચાયતના સભ્ય વિનોદ પરમાર તેમજ જેસાવાડા વાલ્મિકી સમાજમાંથી પી. એચ.ડી. પદવી મેળવનાર અનિલ રાજુભાઇ ડામોરનુ શાલ, સન્માન પત્ર થી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમજ સમાજ કર્મશીલો,આગેવાનો ,અનુસૂચિત જાતિ ગરબાડા તાલુકા મોરચાના ઉપપ્રમુખ ભરતભાઈ કાંચીલા મહામંત્રી પ્રવીણભાઈ ચાવડાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જેહમત ઉઠાવી હતી. તેમની મહેનતથી તાલુકામાં સૌથી વધુ 150 જેટલા અનુસૂચિત જાતિના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ગરબાડા ,નળવાઈ, અભલોડ ,ઝરીબુજૅગ, બોરીયાલા, જાંબુઆ ,ખરેલી ચંદલા, ગુગરડી ,ગાંગરડી, જેસાવાડા ગામ માંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ ગરબાડાતાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અલ્કેશ ચાવડા એકરી હતી.