
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા સબ સેન્ટર-૧ ખાતે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ ટી.બી મુક્ત ભારત અંતર્ગત રેલી યોજાઇ…
ગરબાડા તા. ૩
દાહોદ જિલ્લાના ગરબાડા સબ સેન્ટર-૧ ખાતે આજરોજ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ સંકલ્પ સપ્તાહ તથા પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત 2025 અભીયાન અંતર્ગત ટી.બી ની રેલીનુ આયોજન કરવામા આવ્યું હતું જેમા તાલુકા આરોગ્ય અધીકારી ડો.એ.આર ડાભી તથા ગરબાડા પંચાયતના સરપંચ અશોકભાઈ રાઠોડ દ્વારા આ રેલી ને લીલી ઝંડી આપી રેલી નુ પ્રસ્થાન કરાવવામા આવ્યુ,જે રેલી ગરબાડા નગર નાં જુદા જુદા વિસ્તારો ફરી હતી આ રેલીમાં જિલ્લા મા ટીબી ચેમ્પિયન તરીકે ફરજ બજાવતા તમામ ટી.બી ચેમ્પિયન તાલુકા
સુપરવાઈઝર,STLS,STS,ટીબી ચેમ્પિયન,આગળ દવા પુરી કરેલ તમામ દર્દીઓ રેલીમાં જોડાયા હતા તેમજ આ કાર્યક્રમ માં,આશાવર્કર,MPHW,FHW ઉપસ્થિત રહ્યા હતા.