
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના પાંચવાડા ગામના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
ગરબાડા તા. ૨
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લા એસ.પી રાજદીપસિંહ ઝાલા ની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં દારૂબંધીને ડામી દેવા પોલીસ સતત કાર્યરત જોવા મળી રહી છે ત્યારે ગરબાડા ના પાંચવાડા ગામ ખાતે કેનાલ ફળિયામાં ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરતા ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂની કુલ બોટલ નંગ 192 જેની કિંમત રૂપિયા 27,360 નો મુદ્દા માલ પોલીસે પકડી પાડી આરોપી દશરી બેન વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.