દાહોદમાં વિવિધ પ્રકલ્પોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બોડેલીથી વર્ચ્યુઅલ લોકાર્પણ..
સ્માર્ટ સિટી અંતર્ગત 117.30 કરોડના ખર્ચે ઐતિહાસિક છાબ તળાવ ખુલ્લો મુક્યો..
લીમખેડામાં 23 કરોડના ખર્ચે જવાહર નવોદય સ્કૂલ નું લોકાર્પણ…
દાહોદમાં 10 કરોડના ખર્ચે એફએમ નું સ્ટુડિયો સાથે ખાતમુહર્ત યોજાયો..
દાહોદ તા.૨૭
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના પ્રવાસે આવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજરોજ તારીખ 27મી સપ્ટેમ્બર ના રોજ દાહોદ જિલ્લામાં ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ સહિત અન્ય સુવિધાઓ મળી કુલ રૂપિયા 242.08 કરોડના કામોના વિર્ચૂઆલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદના સ્માર્ટ સિટી સૌથી લોકપ્રિય અને આકર્ષક ભેટ હોય તો તે સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ છે દાહોદ શહેરના છાબ તળાવના રૂ. ૧૧૭ કરોડના નવીનીકરણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત છાબ તળાવના બ્યુટીફિક્શન માટે કુલ ૪ ગાર્ડનનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે, જેમાં જોગિંગ ટ્રેક, બાજુમાં પગપાળા ચાલવા માટે પાકા રસ્તા, સાયકલ ટ્રેક, લેન્ડસ્કેપ ટ્રી એવન્યુ ગાર્ડન, ગ્રીન સ્પેસ સહિત સ્થાનિકો માટે વ્યવસાયની સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ સતત જીવંત બની રહેશે. અહીં
મનોરંજનની સાથોસાથ જાહેર સુવિધાઓ, બગીચાઓ, બોટિંગ સુવિધા, મુલાકાતીઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે તે ઉપરાંત ૨.૫ કિમી લાંબો પથ – વે, સાયકલિંગ, રૂફ-ટોપ સોલાર, એમ્ફિથિયેટર વગેરે જેવી વિવિધ વિશેષતાઓ કે જે પ્રકૃતિદત્ત છે એ દરેક આ બ્યુટીફિકેશનમાં સમાવી લેવામાં આવ્યું છે.આ કાર્યમાં દાહોદ નગરની જળ વ્યવસ્થાપનને સુદ્રઢ કરવાના અદ્યતન પ્રોજેક્ટનું વડાપ્રધાન એ કર્યું લોકાર્પણ દાહોદ નગરમાં જળ વિતરણમાં સેન્સર્સ ટેકનોલોજીથી લિકેજીસ શોધીને વ્યય થતા પાણીને બચાવી શકાશે રૂ. ૯૨.૦૮ કરોડના
ખર્ચે નિર્માણ પામેલ પાણી પુરવઠા પરિયોજના થકી પાણીના વિતરણ અંગેની માહિતી મેળવી શકાશે આ પ્રોજેક્ટથી દાહોદ નગરના એક લાખ લોકોને ફાયદો થશે. આ પ્રોજેક્ટના સેન્ટ્રલ વોટર વર્કસ પર હાલના ડબલ્યુ. ટી. પી. નું રીટ્રોફિટિંગ અને વોટર મીટર વડે પાણીના થતા વ્યયને અટકાવી શકાશે. સ્માર્ટ વોટર સિસ્ટમ વડે સ્માર્ટ એનર્જી સિસ્ટમ્સની જેમ રિયલ ટાઇમ ડેટા એકત્રિત કરવા માટે આઇ. ઓ. ટી. સેન્સર્સના ઉપયોગ વડે ટેક્નિકલ ખામીઓને શોધી તેને રિપેર કરવામાં મદદરૂપ નીવડશે .
આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લાને કેન્દ્ર સરકારની બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક (BIND) યોજના હેઠળ મળી એફએમ રેડિયો રિલે કેન્દ્રની ભેટ રૂ. ૧૦ કરોડના ખર્ચે દાહોદમાં પ્રધાનમંત્રીના વરદ હસ્તે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રનું થયું ખાતમુહૂર્ત દાહોદ ખાતે શરૂ થનાર ૧૦ કિલોવોટ એફએમ સ્ટેશન લગભગ ૫૫ કિ.મી. ત્રિજ્યા વિસ્તારોને કવરેજ કરે તેવુ સુચારુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં 75 ટકા દાહોદ જિલ્લાનો સમાવેશ થઈ જશે.શિક્ષણ ક્ષેત્રે દાહોદ બનશે વધુ સબળ : વધુ એક જવાહર નવોદય વિદ્યાલયની ભેટ મળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂ. ૨૩ કરોડના ખર્ચે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયનું લોકાર્પણ કર્યું જેમાં ૧૪ વર્ગખંડ, ૪ લેબોરેટરી, લાઈબ્રેરી, સ્ટાફ રૂમ સહિત સ્કૂલ ઈમારત; ૧૯૨ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું બોયઝ ડૉર્મિટરી, ૯૬ વિદ્યાર્થિનીઓની ક્ષમતાવાળું ગર્લ્સ ડૉર્મિટરી, કિચન, ૫૬૦ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળો ડાઈનિંગ હોલ, ક્વાર્ટ્સ, ૨ વોલી બોલ કોર્ટ-૨ બાસ્કેટ બોલ કોર્ટ અને રનિંગ ટ્રેક સહિતની સુવિધાઓવાળું રમતનું મેદાન, પમ્પ હાઉસ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોચાડવાની સરકારની નેમ સિદ્ધ કરવાની દિશામાં આગેકદમ ગુજરાત આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ, રાજ્ય મંત્રી બચુભાઇ, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ , ધારાસભ્યો નગર પાલિકા પ્રમુખ , કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં દાહોદના લોકો ઉપસ્થિત રહ્યા હતા…